<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

જામનગરમાં શ્રી ૫ નવતનપુરી ધામ(ખીજડા મંદિર)માં પૂ.કૃષ્‍ણમણિજી મહારાજના સાનિધ્‍યમાં ગુરુપૂર્ણિમા પર્વ ઉજવાશે

સવારે ૯ વાગ્‍યાથી ગુરૂ પૂજન અને રક્‍તદાન કેમ્‍પ સહિતના વિવિધ ધાર્મિક-સામાજિક કાર્યક્રમો યોજાશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૮: શ્રી કળષ્‍ણ પ્રણામી ધર્મ, નિજાનંદ સંપ્રદાયની મુખ્‍ય આચાર્યપીઠ તરીકે ઓળખાતી છોટીકાશી એવા જામનગરની પવિત્ર ભૂમિ પર આવેલા શ્રી ૫ નવતનપુરી ધામ (ખીજડા મંદિર) ખાતે આગામી પવિત્ર ગુરુ પૂર્ણિમા ઉત્‍સવની અત્‍યંત શ્રદ્ધા, ભક્‍તિ અને ધામધૂમથી ઉજવણી માટે ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે.

શ્રી કળષ્‍ણ પ્રણામી ધર્મચાર્ય અનંતશ્રી વિભૂષિત જગદ્ગુરુ આચાર્યશ્રી કળષ્‍ણમણિજી મહારાજના પાવન અને પ્રેરણાદાયી સાનિધ્‍યમાં ગુરુ પૂર્ણિમા મહોત્‍સવનો પ્રારંભ સવારે ૯ વાગ્‍યાથી ઉજવણીનો પ્રારંભ થશે. આ પવિત્ર દિવસે દેશ-વિદેશથી હજારો પ્રણામી ધર્માવલંબીઓ તથા સ્‍થાનિક શ્રદ્ધાળુઓ પોતાના સદ્ગુરુના ચરણોમાં શીશ નમાવવા અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પધારશે. ખીજડા મંદિર ખાતે સવારે ૯ વાગ્‍યાથી મંદિર પરિસરમાં પરંપરાગત અને વૈદિક મંત્રોચ્‍ચાર સાથે સદ્ગુરુ પૂજન, આરતી અને ગુરુવંદના યોજાશે. ત્‍યારબાદ જગદ્ગુરુ આચાર્યશ્રી કળષ્‍ણમણિજી મહારાજ ભક્‍તોને આશીર્વચન પાઠવશે.

ગુરુપૂર્ણિમાના પાવન અવસરે સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્‍પિટલ સ્‍થિત બ્‍લડબેંકના સહયોગથી રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરાયું છે જેમાં સવારે ૯ વાગ્‍યાથી ગુરુ પૂર્ણિમા નિમિત્તે રક્‍તદાન કેમ્‍પમાં સર્વે ભક્‍તો અને શહેરીજનોને રક્‍તદાન કરી માનવ જિંદગી બચાવવા આહવાન કરાયું છે. શ્રી ૫ નવતનપુરી ધામ સંત સભા તેમજ ટ્રસ્‍ટ દ્વારા જામનગરની ધર્મપ્રેમી જનતા તથા સમસ્‍ત સુંદરસાથજી ભાવિકોને આ ગુરુ પૂજન, રક્‍તદાન કેમ્‍પમાં લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે. 

(2:15 PM IST)