<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

જુનાગઢ શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરે ગુરૂપૂર્ણિમાં ઉજવાશે

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૮ :.. જવાહાર રોડ સ્‍થિત શ્રી સ્‍વામીનારાયણ મુખ્‍ય મંદિરે આવતીકાલે ચેરમેન પીપી સ્‍વામી તથા મુખ્‍ય કોઠારી ધર્મકિશોરદાસજી દ્વારા ગુરૂપુર્ણિમાં ઉત્‍સવનું આયોજન કરાયું છે.

જેમાં સવારે ૮ કલાકે ગુરૂપૂજન કરવામાં આવશે. આ પ્રસંગે પુ. દેવનંદન સ્‍વામીની પણ ભાવવંદના કરાશે. અને બપોરે મહાપ્રસાદ રાખેલ છે. તો સૌ હરિભકતોને લાભ લેવા મેનેજર પ્રફુલભાઇ કાપડીયાએ જણાવ્‍યું છે.

(1:30 PM IST)