તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
પૂ.સદગુરૂદેવ પારસમુનિ મ.સા.ની નિશ્રામાં કાલે ગુરૂપૂર્ણિમાં ઉજવાશે
દિવ્ય સાધનાલય- કાલાવડ (શિતલા) ખાતે આયોજન

રાજકોટઃ ગોંડલ સંપ્રદાયનાં ગાદીપતિ પૂજ્ય ગુરુદેવ શ્રી ગિરીશચંદ્રજી સ્વામીનાં સુશિષ્ય મહામંત્ર પ્રભાવક પૂજ્ય ગુરુદેવ શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબનાં કળપાપાત્ર શિષ્ય રત્ન પૂજ્ય સદગુરુદેવ શ્રી પારસમુનિ મહારાજ સાહેબ નાં સુમંગલ સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ૨૯મી જુલાઈનાં ગુરુ ભક્તિ તથા ગુરુભક્તોની અભિવ્યક્તિઓ અને દિવ્ય પ્રસાદનું આયોજન દિવ્ય સાધનાલય કાલાવડ (શિતલા) ખાતે કરવામાં આવેલ છે.
આ વર્ષ સદગુરુદેવ ની એકાંત મૌન ધ્યાન સાધના નું છે. તો આપણે પણ આપણી જે પણ આત્મ પ્રતિભા છે, તેનાં માધ્યમથી સદગુરુદેવશ્રીનાં ચરણ કમલોમાં આપણી આત્મ સેવા સમર્પિત કરીએ. સદગુરુ માત્ર જ્ઞાન નથી આપતા, જીવનને દિશા પણ આપે છે. સદગુરુ માત્ર માર્ગ નથી બતાવતા, તે આપણને પરમાત્મા સુધી પહોંચવાનો પથ પ્રશસ્ત પણ કરે છે. ગુરુ પૂર્ણિમા શ્રદ્ધા સમર્પણ અને કળતજ્ઞતાનું મહાપર્વ છે. ગુરુકળપાથી જ જીવનમાં જ્ઞાન, ભક્તિ અને પરમ શાંતિનો ઉદય થાય છે. કાર્યક્રમમાં ગુરુભક્તિ એવં અભિવ્યક્તિ તા.૨૯ને બુધવારે સવારે ૧૧ થી ૧૨ તથા દિવ્ય પ્રસાદ બપોરે ૧૨ કલાકથી યોજાશે તેમ દિવ્ય ફાઉન્ડેશન તથા શ્રી કાલાવડ વણિક જૈન સંઘ (મો.૯૯૯૮૧ ૦૦૫૦૦)ની યાદીમાં જણાવાયુ છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
