<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

ભાવનગરના ગારીયાધારમાં પોણો ઇંચ વરસાદ :વલભીપુરમાં હળવા ,ભારે ઝાપટા વરસ્યાં

ગારીયાધાર માં 16 મી.મી. અને વલભીપુરમાં 6 મી.મી. વરસાદ નોંધાયો

( વિપુલ હિરાણી દ્વારા )  ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં આજે બપોરે પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વલભીપુરમાં હળવા ,ભારે ઝાપટા વરસ્યાં હતા .
ભાવનગર જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે આજે બપોરે જિલ્લાના ગારીયાધારમાં વરસાદ પડ્યો હતો. ગારીયાધાર માં પોણો ઇંચ  વરસાદ પડી ગયો છે. જ્યારે વલભીપુરમાં પણ બપોરે વરસાદ પડ્યો હતો. આજે સાંજ સુધી અન્ય તાલુકામાં વરસાદ પડ્યો ન હતો. ગારીયાધાર માં 16 મી.મી. અને વલભીપુરમાં 6 મી.મી. વરસાદ નોંધાયો છે.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 29.1 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 51% અને પવનની ઝડપ 18 કિ.મી .પ્રતિ કલાકની રહી હતી.

(6:44 PM IST)