News of Thursday, 7th May 2026
ધો.૧૦ માં A1 ગ્રેડ મેળવનાર ૭ વિદ્યાર્થીઓ સાથે હળવદની તક્ષશિલા સંકુલ મોખરે

(દીપક જાની દ્વારા) હળવદ તા.૭: ગઈકાલે ગુજરાત બોર્ડનું SSCનું પરિણામ જાહેર થયું. જેમા હળવદના તક્ષશિલા સંકુલના ૭ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી સુંદર પ્રદર્શન કર્યું છે. જેમા મૈત્રી કપિલભાઈ વિડજાએ ૯૮.૫૦ સાથે A1 ગ્રેડ મેળવી પહેલો નંબર મેળવ્યો છે. જ્યારે પ્રિયા ભરતભાઈ, હાર્દિક ભીખાભાઈ, સાહિલ સુરેશભાઈ, ઉર્મિલા રમણિકભાઈ, જયદીપ દિનેશભાઈ અને વિદ્યા કિશોરભાઈએ પણ A1 ગ્રેડ મેળવી તક્ષશિલા સંકુલના રિઝલ્ટમાં ચાર ચાંદ લગાવી દીધા છે.
વિરલ નવઘણભાઈ, કર્મ દિનેશભાઈ, કૃષિ ખીમજીભાઈ, વિજય નારણભાઈ અને સાવન ગોપાલભાઈએ A2 ગ્રેડ મેળવી સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ મેળવ્યું હતુ. શાળાના એમડી ડો. મહેશ પટેલ અને સંચાલક રમેશ કૈલાએ રેન્કર વિદ્યાર્થીઓને બંગાળી આઈટમ ઝાલમુડી ખવડાવીને અભિનંદન આપ્યા હતા.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
