<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

સુરેન્દ્રનગરમાં હાર્દિક સાંતલપરાની હત્યાના કેસનો ભેદ ઉકેલાયો :ચાર આરોપીઓની ધરપકડ : એક ફરાર આરોપીની શોધખોળ

પ્રેમલગ્ન કરનાર યુવક-યુવતીને આશરો આપવા મુદ્દે થયેલા વિવાદ અને જૂના મનદુઃખમાં યુવકની હત્યા કરાઈ:પોલીસે પાંચ પૈકી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા

સુરેન્દ્રનગરમાં યુવક હાર્દિક સાંતલપરાની હત્યાના ચકચારી કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. શહેરની LCB પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા પાંચમાંથી ચાર આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. પ્રાથમિક વિગતો મુજબ, પ્રેમલગ્ન કરનાર યુવક-યુવતીને આશરો આપવા મુદ્દે થયેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. જૂના મનદુઃખને કારણે થયેલી બોલાચાલી બાદ હાર્દિક પર છરીના ઘા ઝીંકી તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

 

મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરમાં ટીબી હોસ્પિટલ પાછળ હાર્દિક સાંતલપરાની હત્યાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને LCBની ટીમે તપાસ શરૂ કરી હતી. હત્યાના કારણો અને તેમાં સંડોવાયેલા શખસો સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને હત્યા પાછળ જૂના મનદુઃખ અને આશરો આપવાના મુદ્દે થયેલા વિવાદની કડી મળી હતી.

 

 

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, પ્રેમલગ્ન કરનાર યુવક અને યુવતીને આશરો આપવા મુદ્દે આરોપીઓ અને હાર્દિક વચ્ચે વિવાદ થયો હતો. આ મુદ્દે અગાઉથી ચાલી રહેલા મનદુઃખે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારબાદ આરોપીઓએ હાર્દિક પર છરી વડે હુમલો કર્યો હતો. છરીના ઘા વાગતાં હાર્દિકનું મોત થયું હતું. સામાન્ય વિવાદમાંથી શરૂ થયેલી અદાવત આખરે હત્યા સુધી પહોંચી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

 

 

હત્યાના બનાવની તપાસ દરમિયાન સુરેન્દ્રનગર LCBની ટીમે કાર્યવાહી કરીને પાંચ આરોપીઓ પૈકી ચારને ઝડપી પાડ્યા છે. આરોપીઓની ધરપકડ બાદ પોલીસ દ્વારા તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ઘટનાસ્થળ અને સંબંધિત વિસ્તારોમાં તપાસ કરીને ગુનાની કડીઓ જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસે પોપટપરા વિસ્તારમાં આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું, જેથી ઘટનાક્રમ અને આરોપીઓની ભૂમિકાને વધુ સ્પષ્ટ રીતે સમજી શકાય.

 

આ હત્યા કેસમાં ચાર આરોપીઓ ઝડપાયા હોવા છતાં એક આરોપી હજુ પોલીસની પકડથી દૂર છે. ફરાર આરોપીને શોધવા અને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે.

(9:03 PM IST)