<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

વિરાસત અને વીરતાનો અનોખો સંગમ એટલે હાર્દિકસિંહ

સમગ્ર હાટી દરબાર સમાજનું ગૌરવ વધારતા વડિયાના સિસોદિયા

(મહેશ કાનાબાર દ્વારા) માળીયા હાટીના,તા.૧૩: વીરોની અને સંતોની ભૂમિ સોરઠના લાડકવાયા સપૂત હાર્દિકસિહ રમેશભાઈ સિસોદિયાએ દેશની સર્વોચ્‍ચ અને અઘરી ગણાતી પરીક્ષા  UPSC NDA માં All India Rank 96 ક્રમ  હાસીલ કરી સમગ્ર ગુજરાત અને  હાટી દરબાર સમાજનું નામ રોશન કર્યું છે.

માળિયા હાટીના તાલુકાના નાના  એવા વડીયા ગામના હાર્દિક સિૅહ સિસોદિયાએ તેમનો પ્રાથમિક અભ્‍યાસ ચાણક્‍ય પબલિક સ્‍કૂલ માળીયાહાટીનામા પૂર્ણ થયો હતો.

ત્‍યારબાદ તેઓ જવાહર નવોદય વિદ્યાલય પોરબંદર ખાતે પસંદગી પામ્‍યા હતા, જ્‍યાં તેમણે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૯૨ ટકા સાથે શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.

હાર્દિક સિહ ના ઘડતરમાં તેમના પરિવારનો સિહ અને અમૂલ્‍ય  ફાળો છે. તેમના પરદાદા દાના બાપુ સંત પુરુષ હતા અને દાદા નાગદાન ભાઈ ભક્‍તિ રદયના અને સાહિત્‍ય પ્રેમી છે. તેમના પિતા રમેશભાઈ એક આદર્શ શિક્ષક તરીકે ની નામ ના ધરાવે છે  રમેશ ભાઈ એ, તેમણે તેમના પુત્ર હાર્દિક ને નાનપણ થીજ  ધૈર્ય અને નીડરતાના પાઠ ભણાવ્‍યા છે, જ્‍યારે માતા ભાવનાબેન  આ વિસ્‍તારમાં નર્સ  તરીકે ની કામગીરી કરે છે.

આ પરિવારમાં સ્‍વાધ્‍યાયના સંસ્‍કારો, પિતાનું જ્ઞાન અને માતાના સેવા ભાવના સમન્‍વયથી સોરઠના આ હાર્દિક સિહે  દેશસેવાનો સર્વોચ્‍ચ માર્ગ પસંદ કર્યો છે. જુનાગઢ જિલ્‍લાના વડીયા ગીર ગામ અને સમગ્ર ગુજરાતને આ નવલોહિયા વીર સપૂતપર ગર્વ છે.

હાર્દિક સિંહ પોતાની આ સફળતાનો સંપૂર્ણ શ્રેય સ્‍વાધ્‍યાય પરિવારના પ્રણેતા પરમ પૂજ્‍ય પાંડુરંગ શાસ્‍ત્રીજી (દાદાજી) ના વિચારોને આપે છે. આ દૈવી વાતાવરણના કારણે જ તેમણે માત્ર ૧૪ વર્ષની નાની ઉંમરે શ્રીમદ ભગવત ગીતા કંઠસ્‍થ કરી લીધી હતી

(10:58 AM IST)