હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચોટીલા શ્રી ચામુંડા માતાજીના દર્શને હર્ષ સંઘવી
નવરાત્રી પર્વે નાયબ મુખ્યમંત્રીએ ચોટીલા ડુંગર પર ધ્વજારોહણ કરી રાજ્યની સુખાકારી, સમળદ્ધિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરીઃ પોલીસ પરિવારના ગરબામાં સહભાગી બની કલાકારોને બિરદાવ્યાઃ પરંપરાગત ઝાલાવાડી સ્વાગત, શૌર્યસભર તલવાર રાસ અને ભક્તિમય માહોલ વચ્ચે નાયબ મુખ્યમંત્રીની ચોટીલા મુલાકાત

(જીજ્ઞેશ શાહ-ફઝલ ચૌહાણ દ્વારા) ચોટીલા-વઢવાણ, તા. ૧૬: શક્તિ અને આરાધનાના પાવન પર્વ નવરાત્રી મહોત્સવના દિવ્ય માહોલ વચ્ચે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જગપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલાની મુલાકાત લઈ જગતજનની મા ચામુંડા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.
તેમણે માતાજીની પૂજા-અર્ચના કરી વિધિવત્ ધ્વજારોહણ કર્યું હતું અને રાજ્યની સુખાકારી, સમળદ્ધિ, શાંતિ તથા જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ સાથે તેઓ ચોટીલા ડુંગર ઉપર પોલીસ પરિવાર દ્વારા આયોજિત ગરબામાં પણ સહભાગી બન્યા હતા.
તળેટી ખાતે ધ્વજાપૂજનની વિધિ પૂર્ણ કર્યા બાદ નાયબ મુખ્યમંત્રી ચોટીલા ડુંગર ના ૬૩૫ પગથિયાઓ ચડીને મા ચામુંડા માતાજીના મંદિર ખાતે પહોંચ્યા હતા. ત્યાં શાષાોક્ત મંત્રોચ્ચાર સાથે ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.
ચોટીલા ડુંગર ઉપર પોલીસ પરિવાર દ્વારા આયોજિત ગરબા કાર્યક્રમમાં હર્ષ સંઘવી સહભાગી બન્યા હતા. નવરાત્રીના ભક્તિમય અને ઉત્સાહસભર માહોલમાં તેમણે કલાકારો સાથે આત્મીયતાપૂર્વક સંવાદ સાધ્યો હતો અને તેમની કલાને બિરદાવી હતી. આ કાર્યક્રમથી નવરાત્રી પર્વની પરંપરા, સંસ્કળતિ અને સામૂહિક ઉત્સાહની ભાવનાને વિશેષ પ્રોત્સાહન મળ્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભૂસડીયા, ધારાસભ્યો શામજીભાઈ ચૌહાણ, પી.કે. પરમાર, કિરીટસિંહ રાણા અને ઉદયભાઈ કાનગડ, સુરેન્દ્રનગર મેયર રાકેશભાઈ રાઠોડ, પ્રદેશ અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિક ટમાલીયા, રઘુભાઇ કુકડીયા, ડો. નિલેશભાઈ કલોત્રા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રેન્જ આઈજી નિર્લિપ્ત રાય, જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું સહિતના વરિષ્ઠ અધિકારીઓ, ચોટીલા મંદિર ટ્રસ્ટના મહંતો તથા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
