News of Tuesday, 28th April 2026
કાલે ભાવનગરનાં પ્રસિધ્ધ યાત્રાધામ ભગુડામાં પાટોત્સવઃ હર્ષ સંઘવી આવશે
પૂજન, અર્ચન, ભજન, સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમોઃ રાજકીય, સામાજીક આગેવાનો હાજરી આપશે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૮: ભાવનગર જિલ્લાના ભગુડા ખાતે આવેલ શ્રી મંગલ માં તીર્થધામ ખાતે આવતીકાલે ૩૦મો પાટોત્સવ ભક્તિભાવ અને ભવ્યતા સાથે ઉજવાશે. આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેશે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ઉત્સવમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. તેમજ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યકક્ષા મંત્રી કૌશિકભાઈ વેકરીયા અને ત્રિકમભાઈ સાંગા પણ હાજરી આપશે.
ઉપરાંત રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા અને વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવશે.
કાર્યક્રમ દરમિયાન ધાર્મિક વિધિઓ, પૂજા-અર્ચના, ભજન-સંગીત અને સાંસ્કળતિક કાર્યક્રમો યોજાશે. સાથે જ ‘મંગલ શક્તિ એવોર્ડ' અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કળષ્ટ કાર્ય કરનાર પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવશે. જેમાં મેકરણભાઈ લીલા, ભુદરભાઈ જોષી, ધનશ્યામ કવિ, દુલેરાય કારાણી (કચ્છ) અને પાલરૂભા ગઢવી, પ્રભુ દાનજી સુરૂ સહિતના કલાકારોને સન્માન આપવામાં આવશે.
વિશેષ સન્માન રૂપે મહેશભાઈ જીવાણી (સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક, RSS), ગોવિંદભાઈ ધોળકિયા (દાન વીર/શ્રેષ્ઠી) અને દેવેન્દ્રભાઈ દવે (RSS)ને પણ સન્માનિત કરવામાં આવશે. આ પાટોત્સવ દરમિયાન મહાપ્રસાદ, ભક્તોની સુવિધા માટે ર્પાકિંગ, પાણી, આરોગ્ય અને સુરક્ષાની સુવ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ ભક્તોને આ પાવન પ્રસંગે ઉપસ્થિત રહી આશીર્વાદ મેળવવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. આ રીતે ભગુડામાં યોજાનારો ૩૦મો પાટોત્સવ ધાર્મિક, સાંસ્કળતિક અને સામાજિક એકતાનો અનોખો ઉત્સવ બની રહેશે
(12:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
