હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 20th May 2026
માળિયા નગરપાલિકા પ્રમુખ તરીકે કોંગ્રેસના હારૂનભાઈ સંઘવાણી અને ઉપપ્રમુખ વિરમભાઇ મોવરની વરણી.
માળિયા પાલિકામાં કોંગ્રેસને ૧૭ બેઠકો અને ભાજપને ૭ બેઠકો મળી હતી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ભાજપના ગઢ મોરબી જીલ્લામાં કોંગ્રેસ પાસે માત્ર માળિયા નગરપાલિકા અને વાંકાનેર તાલુકા પંચાયતનું શાસન છે ચુંટણીમાં આ બે સંસ્થાને બાદ કરતા તમામ સ્થળોએ ભાજપનો ભગવો લહેરાયો હતો ત્યારે માળિયા નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની આજે વરણી કરવામાં આવી છે.
માળિયા નગરપાલિકા પ્રમુખ તરીકે હારૂનભાઈ હબીબભાઈ સંઘવાણી અને ઉપપ્રમુખ તરીકે વિરમભાઇ નુરમામદભાઈ મોવરની વરણી કરવામાં આવી છે માળિયા પાલિકામાં કોંગ્રેસને ૧૭ બેઠકો અને ભાજપને ૭ બેઠકો મળી હતી અને આજે કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી.
(12:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
