તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Saturday, 24th October 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરોગ્ય વિભાગના વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ : આયુષ્માન આરોગ્ય મંદિર થકી ગ્રામ્ય સ્તરે આરોગ્યની પાયાની સુવિધાઓ વધુ સશક્ત બની : રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા
જિલ્લામાં અંદાજિત રૂ.પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૧ જેટલા આયુષ્માન આરોગ્ય મંદિર અને રૂ.૯૦ લાખના ખર્ચે નવનિર્મિત તાલુકા હેલ્થ કચેરી, જામખંભાળિયાનું લોકાર્પણ : આયુષ્માન આરોગ્ય મંદિરમાં નાગરિકોને વિવિધ ૧૨ પ્રકારની આરોગ્યલક્ષી સેવાઓ લાભ પ્રાપ્ત થશે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૨૪ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂરો સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરનું ખાતમુહૂર્ત અને વિવિધ આરોગ્ય સંસ્થાના વિવિધ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના અંદાજિત પાંચ કરોડના ખર્ચે કુલ ૧૧ જેટલા નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરનું ઇ લોકાર્પણ તથા તાલુકા હેલ્થ કચેરી, જામખંભાળિયાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા જણાવ્યું હતું કે,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે આજરોજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂરો સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતમુહૂર્ત તથા વિવિધ આરોગ્ય સંસ્થા ઈ લોકાર્પણ તથા અંદાજિત ૯૦ લાખની રકમના ખર્ચે નવનિર્મિત તાલુકા હેલ્થ કચેરી જામખંભાળિયાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નવનિર્મિત તાલુકા હેલ્થ કચેરી આરોગ્યના કર્મચારીઓ માટે ઘણી સહાયરૂપ થશે.
વધુમાં રાજ્યસભાના સાંસદશ્રી જણાવ્યું કે, રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દૂરંદેશી નેતૃત્વમાં છેવાડાના માનવી સુધી આરોગ્યની પાયાની સુવિધાઓ પહોંચાડવા માટે કટિબધ્ધ છે. વડાપ્રધાનશ્રીએ છેવાડાના માનવી ચિંતા કરી પી.એમ.જે. વાય યોજના અંતર્ગત રૂ.૦૫ લાખની સહાય અમલમાં મૂકી છે આરોગ્ય ક્ષેત્રે સીમાચિન્હ રૂપ સાબિત થઈ રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં એક કદમ આગળ વધી પી.એમ.જે. વાય યોજના હેઠળ રૂ.૧૦ લાખ સુધીની સહાય થકી નાગરિકોને આરોગ્ય કવચ પૂરું પાડ્યું છે.
વધુમાં રાજ્યસભા સાંસદશ્રી ઉમેર્યું કે, સાંપ્રત સમયમાં નાગરિકોની જીવનશૈલી પરિણામે ઘણી બીમારીઓ પ્રમાણ વધ્યું છે. જેના પરિણામે સરકાર પણ નાગરિકોના સ્વાસ્થ્યની દરકાર લેવામાં હરહંમેશ પ્રયત્નશીલ રહી છે. આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૧૧ જેટલા આયુષ્માન આરોગ્ય મંદિરનું ઇ લોકાર્પણ થતા ગ્રામ્ય વિસ્તારોમાં ૧૨ પ્રકારની આરોગ્યલક્ષી સેવાઓ લાભ સ્થળ પર જ મળતા આરોગ્યની પાયાની સુવિધાઓ વધુ સશક્ત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો.પ્રકાશ ચાન્ડેગ્રા તથા આભારવિધિ ઈનચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કરમટા દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રસંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધીણકી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથિયા તેમજ જામખંભાળિયા ખાતે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ચિમનભાઈ નકુમ, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન મનીષાબેન મારુ, અગ્રણી રામશીભાઈ મારુ, મુકેશભાઈ નકુમ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
