તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
કેશોદના શહીદ હવાલદાર ભરતકુમાર દયાતરને ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ
વડોદરા ખાતે ભારતીય સેનાની ઈએમઈ (EME) સ્કૂલમાં ફરજ બજાવતા હવાલદાર ભરતકુમાર કરણભાઈ દયાતર ફરજ દરમિયાન હાર્ટ એટેક આવવાથી શહીદ થયા

કેશોદના પીખોર ગામના વતની અને વડોદરા ખાતે ભારતીય સેનાની ઈએમઈ (EME) સ્કૂલમાં ફરજ બજાવતા હવાલદાર ભરતકુમાર કરણભાઈ દયાતર ફરજ દરમિયાન હાર્ટ એટેક આવવાથી શહીદ થયા છે. તેમના નિધનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.શહીદ ભરતકુમારના પાર્થિવ દેહને પ્રથમ જૂનાગઢ અને ત્યારબાદ તેમના નિવાસસ્થાન કેશોદ લાવવામાં આવ્યો હતો. આ સમયે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે કેશોદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
કેશોદ સ્મશાન ખાતે યોજાયેલી અંતિમવિધિમાં "ભરતભાઈ અમર રહો" અને "શહીદો અમર રહો"ના નારા સાથે વાતાવરણ ગમગીન બન્યું હતું. પ્રોટોકોલ મુજબ શહીદને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સલામી આપવામાં આવી હતી. આ દુઃખદ પ્રસંગે પરિવારજનોમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ જોવા મળ્યો હતો.
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
