<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

ભાવનગરમાં ગરમીનું જોર યથાવત: ૩૬ કિમી ની ઝડપે પવન ફૂંકાયો

તાપમાનનો પારો ૪૦ ડિગ્રી ઉપર રહેતા અને ગરમ પવન ફેકાતા ગરમીનો પ્રકોપ યથાવત

 (વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર શહેરમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રી ઉપર રહેતા અને ગરમ પવન ફેકાતા ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. આજે ભાવનગરમાં ૩૬ કિ.મી.ની ઝડપે ગરમ લુ ફેકાઈ હતી.
   આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન  ૪૦.૭ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન ૨૭.૮૨ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૧ ટકા રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ ૩૬ કિ.મી .પ્રતિ કલાકની રહી હતી.

(9:17 PM IST)