<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપઃ તાપમાન ૪૭ને પાર, બાંદા વિશ્વનું ત્રીજું સૌથી ગરમ શહેર

નૌતપાના કારણે આગામી ૪૮ કલાકમાં પારો ૫૦ડીગ્રીને સ્‍પર્શવાની શક્‍યતાઃ ૨૯ મેથી વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સને કારણે રાહતની આશા

(જયેશ ભટાસણા દ્વારા) ટંકારા, તા.૨૭: સમગ્ર ઉત્તર ભારત હાલમાં પ્રચંડ હીટવેવની ઝપેટમાં છે. બપોરના સમયે સૂર્યદેવ જાણે આકાશમાંથી આગ ઓકી રહ્યા હોય તેમ તાપમાનનો પારો ૪૭ડીગ્રીને પણ પાર કરી ગયો છે. આ અસહ્ય ગરમીના કારણે કાળા માથાના માનવીથી લઈ જીવમાત્ર ત્રાહિમામ પોકારી ઉઠ્‍યા છે. જનજીવન સંપૂર્ણપણે અસ્‍તવ્‍યસ્‍ત થઈ ગયું છે અને બપોરના સમયે રસ્‍તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. 

ગરમીની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ગઈકાલે ઉત્તર પ્રદેશનું બાંદા શહેર વિશ્વનું ત્રીજું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. જ્‍યારે પાકિસ્‍તાનના સિધ પ્રાંતમાં આવેલું જકોબાબાદ ૪૯.૪ડીગ્રી તાપમાન સાથે વિશ્વમાં પ્રથમ સ્‍થાને રહ્યું હતું. 

હાલમાં ચાલી રહેલા નૌતપા એટલે કે ચોમાસા પહેલાના નવ સૌથી ગરમ દિવસોના કારણે આગામી બે દિવસ હજુ પણ ભારે પડવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, આગામી ૪૮ કલાકમાં કેટલાક વિસ્‍તારોમાં તાપમાન ૫૦ડીગ્રીની ઐતિહાસિક સપાટીને સ્‍પર્શી શકે છે. 

સતત શેકાઈ રહેલા ઉત્તર ભારતના નાગરિકો માટે આગામી ૪૮ કલાક પછી રાહતના સમાચાર મળી શકે તેમ છે. હવામાન વિશ્‍લેષકોના જણાવ્‍યા અનુસાર, ૨૯ મે દરમિયાન એક મજબૂત વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ એટલે કે પヘમિી વિક્ષેપ ઉત્તર ભારત પર સક્રિય થવાની પૂરેપૂરી શક્‍યતા છે. આ બદલાતા હવામાનને કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાશે અને લોકોને આ આકરી ગરમીમાંથી મોટા અંશે રાહત મળશે. 

(11:24 AM IST)