News of Sunday, 27th September 2026
બોટાદમાં વરસાદથી કપાસના પાકને ભારે નુકસાન :ખેતરોમાં રહેલો પાક સડી જવાની સ્થિતિ સર્જાઈ
પાક તૈયાર થવાના તબક્કામાં જ વરસાદનું ઠંડુ પાણી પડવાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી ગયું

બોટાદમાં વરસાદનું ઠંડુ પાણી પડવાથી ખેડૂતોના ખેતરોમાં નુકસાન થયું છે. ખાસ કરીને કપાસના પાકને ભારે નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. સતત અને વરસાદનું ઠંડુનું પાણી પડવાથી કપાસના છોડને નુકસાન પહોંચ્યું છે. ઉપરાંત ખેતરોમાં રહેલો પાક સડી જવાની સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, કપાસના પાક પાછળ બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ, મજૂરી તેમજ અન્ય ખેતી ખર્ચ મળીને મોટી રકમ ખર્ચવામાં આવી હતી. પરંતુ પાક તૈયાર થવાના તબક્કામાં જ વરસાદનું ઠંડુ પાણી પડવાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી ગયું છે.
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
