News of Sunday, 5th July 2026
ભારે વરસાદને પગલે રાવલ ડેમમાં પાણીની પુષ્કળ આવક: ડેમની જળ સપાટી વધતા તમામ 6 દરવાજા 5 ફૂટ ખોલાયા
ડેમમાંથી પાણી છોડવામાં આવતા રાવલ નદીના પટમાં અવરજવર નહિ કરવા કડક સૂચના :ગીર ગઢડાના 7 અને ઉનાના 11 ગામોના રહીશોને સાવચેત રહેવા માટે એલર્ટ

ગીર સોમનાથ જિલ્લાના ગીર જંગલના ઉપરવાસમાં સર્જાયેલા ભારે વરસાદી માહોલને પગલે રાવલ ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ડેમના તમામ 6 દરવાજા 5 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા રાવલ નદીના પટમાં અવરજવર ન કરવા માટે સ્થાનિકોને કડક સૂચના આપવામાં આવી છે, સાથે જ સંભવિત પૂરની સ્થિતિને જોતા ગીર ગઢડાના 7 અને ઉનાના 11 ગામોના રહીશોને સાવચેત રહેવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે.
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
