<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

સુરેન્દ્રનગરના લખતર પંથકમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો

છારદ, ઓળખ, રીયા તેમજ અણીયાળી અને દેવરીયા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ રાત્રિના સમયે મેઘરાજાએ ધમાકેદાર પ્રસ્થાન કર્યું છે. લખતર પંથકમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટમાંથી સ્થાનિક લોકોને મોટી રાહત મળી છે. લખતર તાલુકાના છારદ, ઓળખ, રીયા તેમજ અણીયાળી અને દેવરીયા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાત્રિના સમયે પડેલા આ વરસાદને પગલે સમગ્ર વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે. ચાલુ વર્ષે સમયસર અને અનુકૂળ વરસાદી માહોલ જામતા જ ખેતીકામ માટે ઉત્સાહિત એવા સ્થાનિક ખેડૂતો અને ધરતીપુત્રોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

(12:50 AM IST)