તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
બોટાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં અચાનક ભારે પવન સાથે ધોધમાર વરસાદ
મંગળપરા, પાળીયાદ રોડ અને રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદ:ખોડિયારનગર, ગઢડા રોડ અને ભાવનગર રોડ સર્કલ વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

બોટાદમાં કાળા ડિબાંગ વાદળો સાથે સાંબેલાધાર વરસાદનું આગમન થયું છે. શહેર સહિત આસપાસના વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. મંગળપરા, પાળીયાદ રોડ અને રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ખોડિયારનગર, ગઢડા રોડ અને ભાવનગર રોડ સર્કલ વિસ્તારમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. બોટાદ તાલુકાના સેંથળી અને સમઢિયાળા સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં ધોળા દિવસે અંધકારમય વાતાવરણ છવાયું હતું. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
