તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
રાજકોટના વિંછીયા પંથકમાં સતત બીજા દિવસે પવનના સુસવાટા સાથે ભારે વરસાદ તૂટી પડ્યો
રેવાણીયા અને પીપરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે ખાબકેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

રાજકોટ જિલ્લાના વિંછીયા પંથકમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ પોતાની ધમાકેદાર હાજરી નોંધાવી છે. વહેલી સવારથી જ આસપાસના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને બપોર બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. વિંછીયાના આસપાસના ગ્રામ્ય પંથકોમાં સાર્વત્રિક વરસાદ થતાં ધરતીપુત્રોમાં હરખની હેલી જોવા મળી રહી છે.
વિંછીયા તાલુકાના રેવાણીયા, પીપરડી સહિતના આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક પવનના સુસવાટા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ધોધમાર વરસેલા આ વરસાદના કારણે ગામના મુખ્ય માર્ગો અને સોસાયટીના રસ્તાઓ પરથી નદીઓની જેમ પાણી વહી નીકળ્યા હતા. વાવણી લાયક વરસાદ થવાના સંકેતો મળતા જ સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે આનંદની લાગણી ફેલાઈ ગઈ છે
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
