તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
જામનગર જિલ્લામાં 24 કલાકમાં ધોધમાર વરસાદ: જોડિયાના બાલંભામાં સવા ૨ ઈંચ વરસાદ
જામનગર જિલ્લા આરોગ્ય શાખાનો દૈનિક અહેવાલ : 6 તાલુકાના 30 ગામોમાં વરસાદ : સૌથી ઓછો વરસાદ લાલપુરના મોટા ખડબામાં 4 મી.મી.વરસાદ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૫ : જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા જાહેર કરાયેલા 24 કલાકના વરસાદના આંકડા મુજબ જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
જોડિયા તાલુકાના બાલંભા ગામે 55 મી.મી નોંધાયો છે. આ ઉપરાંત હડીયાણામા 50 મી.મી અને પીઠડમા 40 મી.મી વરસાદ પડ્યો છે.
ધ્રોલમાં પણ સારો વરસાદ થયો છે.લતીપુરમાં 47 મી.મી*, જાલીયા દેવાણીમાં 30 મી.મી અને લૈયારામાં 12 મી.મી વરસાદ નોંધાયો છે.
કાલાવાડના મોટા પાંચદેવડા 38 મી.મી વરસાદ પડ્યો છે. નવાગામ 30 મી.મી, નિકાવા 28 મી.મી, મોટા વડાળા 22 મી.મી અને ભલસાણ બેરાજામાં 15 મી.મી વરસાદ થયો છે.
જામનગર તાલુકાના વસઈમાં 25 મી.મી અને મોટી ભલસાણમાં 22 મી.મી વરસાદ નોંધાયો. દરેડ 20 મી.મી, મોટી બાણેગાર અને અલીયાબાડા 15 મી.મી, લાખાબાવળ 14 મી.મી જ્યારે ફલ્લા અને જામવંથલીમાં 10મી.મી વરસાદ રહ્યો છે.
જામજોધપુરના ધુનડામાં 26 મી.મી અને ધ્રાફા ગામમાં 25 મી.મી વરસાદ થયો છે. જામવાડી 18 મી.મી, વાસજાળીયા 16 મી.મી, સમાણા 15 મી.મી, પરડવા 13 મી.મી અને શેઠ વડાળામાં 12 મી.મી વરસાદ નોંધાયો છે.
લાલપુર તાલુકામાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે હરીપરમાં 27 મી.મી સૌથી વધુ વરસાદ થયો છે. જ્યારે મોટા ખડબામાં માત્ર 4 મી.મી વરસાદ નોંધાયો જે જિલ્લામાં સૌથી ઓછો છે. અન્ય ગામોમાં મોડપર 16 મી.મી, ભણગોર 14 મી.મી, પડાણા 13 મી.મી અને પીપરટોડા 11 મી.મી વરસાદ રહ્યો છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
