તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
તા.૦૨ ઓગસ્ટ સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા જિલ્લાના ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર કરાયાઃ આપાતકાલીન સ્થિતિમાં નાગરિકોને હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૩૧: હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સહિત તા.૩૧ જુલાઈથી તા.૦૨ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે નાગરિકોને મદદરૂપ થવા માટે તેમજ રાહત બચાવની કામગીરી માટે જિલ્લામાં કાર્યરત ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા ઇમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર કરાયા છે.
જિલ્લાના કોઈપણ તાલુકામાં કોઈ જાનહાનિ કે નુકશાન થાય તો જિલ્લા કંટ્રોલરૂમ ટેલિફોન નં. (૦૨૮૩૩)- ૨૩૨૧૨૫/ ૨૩૨૦૮૪, ટોલ ફ્રી નં. ૧૦૭૭,મો.નં. ૭૮૫૯૯૨૩૮૪૪, ખંભાળિયા તાલુકામાં ૦૨૮૩૩ - ૨૩૪૧૧૩ મો.નં. ૮૪૦૧૦૧૧૨૧૧, ભાણવડ તાલુકામાં ૦૨૮૯૬ - ૨૩૨૧૧૩, મો. નં. ૮૧૪૧૧૮૪૧૨૦, દ્વારકા તાલુકામાં ૦૨૮૯૨ - ૨૩૪૫૪૧, મો.નં. ૭૯૯૦૬૪૩૮૧૫, કલ્યાણપુર તાલુકામાં ૦૨૮૯૧ - ૨૮૬૨૨૭ મો. નં. ૯૯૭૮૮૧૧૩૫૮, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ૦૨૮૩૩ - ૨૩૪૭૩૧ મો. નં. ૯૫૧૨૮૧૯૯૯૮ ઉપર જાણ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
