<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

અમરેલી જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં ઘોઘમાર વરસાદ : બાબરા પંથકમાં પણ અનરાધાર વરસાદ : ખેડૂતોમાં ખુશી

સુખપુર, ખંભાળા સહિતના ગામોમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી: અચાનક વરસાદના આગમનથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી

અમરેલીઃ જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં ઘોઘમાર વરસાદ વરસી રહ્યો છે. બાબરા પંથકમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થતાં સુખપુર, ખંભાળા સહિતના ગામોમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. અચાનક વરસાદના આગમનથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકને ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે. વરસાદથી ખેતરોમાં જરૂરી ભેજ મળતાં પાકને રાહત મળશે. બાબરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખેતીના પાકને લઈને આશા વધી છે. મેઘરાજાની મહેરથી ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસું ફરી સક્રિય થયું છે.

(7:00 PM IST)