<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

સોરાષ્‍ટ્ર-કચ્‍છમાં મેઘમહેરઃ થાનગઢ ૭, ભેંસાણમાં ૪ ઇંચ

હવે મોરબી, જામનગર, દેવભુમી દ્વારકા, રાજકોટ, અમરેલી, કચ્‍છ સહિતના જીલ્લામાં મેઘકૃપાઃ સર્વત્ર મેઘાવી માહોલ યથાવત

રાજકોટ તા.૨૫: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મેઘાવી માહોલ સાથે મેઘકૃપા વરસી રહી છે. સુરેન્‍દ્રનગર જીલ્લાના થાનગઢમાં ૭ ઇંચ, ભેંસાણમાં ૪ ઇંચ વરસાદ પડયો હતો.

અમરેલી, મોરબી, જામનગર, દેવભુમી દ્વારકા, રાજકોટ, કચ્‍છ સહિતના જીલ્લાઓમાં મેઘકૃપા વરસી રહી છે. હજુ પણ સાર્વત્રિક વરસાદની રાહ જોવાઇ રહી છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : છેલ્લા ૨૪ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં સરેરાશ અડધાથી ૪ ઇંચ વરસાદ થતા ખેડૂતો સહિતના લોકોમાં ખુશી વ્‍યાપી ગઈ છે.

શુક્રવારે વહેલી સવારથી સાંજ સુધી જુનાગઢ સહિત સોરઠમાં બારે મેઘ ખાંગા થાય તેવો માહોલ રહ્યો હતો. પરંતુ દિવસ દરમિયાન સમગ્ર જિલ્લામાં કુલ ૧૪૭ મીમી વરસાદ નોંધાયો હતો.

છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જામી રહ્યું છે પરંતુ મેઘરાજા મન મૂકીને વરસતા નથી. શુક્રવારે પણ સતત બીજા દિવસે વહેલી સવારથી ધીમી ધારે વહાલ વરસાવ્‍યું હતું. જોકે રાત્રિના મેઘરાજાએ અમુક વિસ્‍તારમાં જમાવટ કરી હતી જેના પરિણામે આજે સવારે ૬ વાગ્‍યે પૂરા થયેલા ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં કુલ ૨૪૫ મીમી વરસાદ નોંધાયો હતો.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ ૪.૩૦ ઇંચ વરસાદ ભેસાણ તાલુકામાં થયો હતો. જ્‍યારે જુનાગઢ શહેરમાં ૧૯ મીમી,  ગીરનાર પર્વત પર ૪૦ મીમી વરસાદ ગિરનાર પર્વત પર નોંધાયો હતો. જે સાથે પર્વતીય વિસ્‍તારનો મોસમનો કુલ વરસાદ વધીને ૫૩૩ મીમી થયો હતો.

માણાવદરમાં ૧૨ મીમી, વંથલી ૧૫ મીમી મીમી ભેસાણ ૧૧૦ મીમી, વિસાવદર ૧૭ મીમી, મેંદરડા ૧૧ મીમી, કેશોદ ૧ ઇંચ, માંગરોળ ૧૨ અને માળીયાહાટીના તાલુકામાં ૯ મીમી વરસાદ નોંધાયો હતો. આ સાથે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૪૫ મીમી વરસાદ થતાં મોસમનો કુલ આંક વધીને ૫૩૯૬ મીમીએ પહોંચ્‍યો હતો.

દરમિયાન આજે પણ સવારથી સૂર્યનારાયણના દર્શન થયા નથી અને વરસાદી વાતાવરણ પ્રવર્તે છે જેથી દિવસ દરમિયાન મેઘરાજા જમાવટ કરે એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

છેલ્લા ૨૪ કલાકમાં વરસેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

સુરેન્‍દ્રનગર

ધ્રાંગધ્રા               ૩૫ મી.મી.

પાટડી                ૮૦ મી.મી.

લખતર               ૪૩ મી.મી.

વઢવાણ     ૨૯ મી.મી.

મુળી         ૪૧ મી.મી.

ચોટીલા      ૭૨ મી.મી.

સાયલા               ૪૯ મી.મી.

ચુડા          ૨૩ મી.મી.

લીંબડી               ૨૫ મી.મી.

થાનગઢ     ૧૮૦ મી.મી.

મોરબી

માળીયા મિંયાણ      ૧૦૩ મી.મી.

મોરબી               ૧૧૨ મી.મી.

ટંકારા                 ૪૨ મી.મી.

વાંકાનેર     ૧૭૬ મી.મી.

હળવદ               ૫૪ મી.મી.

કચ્‍છ

રાપર                 ૧૨૮ મી.મી.

ભચાઉ                ૧૦૪ મી.મી.

ભુજ          ૭૩ મી.મી.

અબડાસા     ૭૪ મી.મી.

અંજાર                ૪૯ મી.મી.

મુંદ્રા          ૫૧ મી.મી.

નખત્રાણા    ૪૮ મી.મી.

ગાંધીધામ    ૪૬ મી.મી.

માંડવી               ૨૫ મી.મી.

જુનાગઢ

માણાવદર   ૧૨ મી.મી.

વંથલી                ૧૫ મી.મી.

જુનાગઢ     ૧૯ મી.મી.

ભેંસાણ                ૧૧૦ મી.મી.

વિસાવદર   ૧૭ મી.મી.

મેંદરડા               ૧૧ મી.મી.

કેશોદ                 ૨૧ મી.મી.

માંગરોળ     ૧૨ મી.મી.

માળીયા હાટીના      ૯ મી.મી.

અમરેલી

કુંકાવાવ- વડિયા     ૮૦ મી.મી.

બાબરા               ૨૦ મી.મી.

લાઠી         ૪૩ મી.મી.

લીલીયા      ૧૦૯ મી.મી.

અમરેલી     ૯૫ મી.મી.

બગસરા      ૮૨ મી.મી.

ધારી         ૧૮ મી.મી.

સાવરકુંડલા  ૨૪ મી.મી.

ખાંભા                 ૯ મી.મી.

જાફરાબાદ   ૪ મી.મી.

રાજુલા               ૨ મી.મી.

ભાવનગર

વલ્લભીપુર   ૨૨ મી.મી.

ઉમરાળા     ૧૯ મી.મી.

ભાવનગર    ૧૨ મી.મી.

ઘોઘા                 ૭ મી.મી.

શિહોર                ૫૫ મી.મી.

ગારીયાધાર  ૫૦ મી.મી.

પાલીતાણા   ૩૦ મી.મી.

તળાજા               ૧૬ મી.મી.

મહુવા                ૧૨ મી.મી.

જેશર                 ૧૫ મી.મી.

દેવભુમી દ્વારકા

ખંભાળીયા    ૪૦ મી.મી.

કલ્‍યાણપુર   ૧૧ મી.મી.

ભાણવડ      ૧૮ મી.મી.

જામનગર

જામનગર    ૪૩ મી.મી.

જોડિયા               ૩૬ મી.મી.

ધ્રોલ         ૨૪ મી.મી.

કાલાવડ     ૩૩ મી.મી.

લાલપુર      ૪૧ મી.મી.

જામજોધપુર ૩૭ મી.મી.

ગીર સોમનાથ

તાલાલા      ૫ મી.મી.

સુત્રાપાડા    ૩ મી.મી.

કોડીનાર         ૩ મી.મી.

ઉના             ૭મી.મી (૨.૨૧)

(10:55 AM IST)