<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

ઉના તુલશીશ્‍યામ મંદિર વિસ્‍તારમાં ધોધમાર વરસાદ

 

સખત તાપ અને બફારા બાદ મેઘરાજાનું ધમાકેદાર આગમનઃ આંબાવાડી વિસ્‍તારમાં કેરી ભરેલા બોકસ પલળી ગયાઃ પવન સાથે વરસાદથી ખેડૂતોને મોટી નુકશાનીની સંભાવના

(નવીન જોષી દ્વારા) ઉના તા.૬: નજીકના તુલશીશ્‍યામ મંદિર વિસ્‍તારમાં ગઇકાલે બપોર બાદ સખત તાપ અને બફારા બાદ ધોધમાર વરસાદ પડી ગયો હતો. ગઇકાલે બપોરે ચાર વાગ્‍યા બાદ ગીર ગઢડા તાલુકાના તુલશી શ્‍યામ મંદિર વિસ્‍તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્‍યો હતો સખ્‍ત તાપ અને બફારો પછી ધોધમાર વરસાદ વરસ્‍યો હતો અને રોડ ઉપર પાણી વહેવા લાગ્‍યા હતા. તેમજ ગીર ગઢડા તાલુકાના મોતીસર, નીતલી, વડલી નગડિયા, જશાધાર વિગર ગ્રામ્‍ય વિસ્‍તાર માં બેકલાક વરસાદ વરસ્‍યો હતો.

આંબાવાડી વિસ્‍તારમાં ખેડૂતો કેસર કેરી હાલ ઉતરી રહ્યાં છે. ત્‍યારે અચાનક વરસાદ આવતા કેરી ના બોક્‍સ પલળી ગયા હતા. અને હાલ કેસર કેરી નો એકતો ઓછો પાક છે તેમાં પવન સાથે વરસાદ થતા ખેડૂતો ને મોટી નુકશાનીની ભીતિ સેવાઈ રહીછે

(1:24 PM IST)