તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
સોરઠમાં મેઘરાજાનું તોફાની બેટિંગઃ માંગરોળમાં ૧પ ઇંચ
માળીયા હાટીના ૧૧, કેશોદ ૯ાા, જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લામાં મેઘરાજા મહેરબાન : અન્ય જીલ્લામાં હળવો ભારે વરસાદ : સુત્રાપાડા ૯, ભેંસાણ-પાટણ-વેરાવળ ૪, જુનાગઢમાં સાડા ૩ : ગોંડલ-વંથલીમાં ૩ ઇંચ વરસાદ : સર્વત્ર મિશ્ર હવામાન યથાવત : રાજકોટમાં વાદળા સાથે હળવા ભારે ઝાપટા :મેઘકૃપાથી ખેડૂતો હરખાયાઃ હોશભેર વાવણી શરૂઃ જળાશયોમાં નવાનીર : ગોંડલમાં બપોરે ધીમી ધારે વરસાદ શરૂઃ જામજોધપુરમાં પણ ઝરમર વરસાદ શરૂ થયો

પ્રથમ અને બીજી તસ્વીરમાં ગોîડલ, ત્રીજી તસ્વીરમાં ધોરાજી, ચોથી તસ્વીરમાં મોટી પાનેલી પાંચમી તસ્વીરમાં સાણથલીમાં વરસેલ વરસાદ નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોîડલ), કિશોર રાઠોડ (ધોરાજી), ચંદ્રેશ હિરાણી (મોટી પાનેલી), કરશન બામટા (આટકોટ)
રાજકોટ, તા., ૨ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે ધીમે ચોમાસાએ હેત વરસાવવાનું શરૂ કર્યુ છે અને પ્રથમ રાઉન્ડમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ જીલ્લામાં વરસાદ વરસ્યો છે. આજે સૌથી વધુ વરસાદ જુનાગઢ જીલ્લામાં વરસ્યો છે. જેમાં માળીયા હાટીનામાં ૧૧ ઇંચ, માંગરોળમાં ૧૫ ઇંચ, કેશોદમાં ૯ાા ઇંચ, ભેંસાણમાં ૪ાા ઇંચ, વંથલીમાં ૪ ઇંચ, માણાવદરમાં ર ઇંચ, જુનાગઢમાં ૩ાા ઇંચ વરસાદ વરસ્યો છે. કાલે સવારથી આજે બપોરના ર વાગ્યા સુધીમાં જુનાગઢ જીલ્લામાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે. માંગરોળમાં એક ધારો ૧પ ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાય ગયા છે, આભ ફાટયુ હોય તેવી સ્થિતી સર્જાય હોવાનું જાણવા મળે છે. જયારે દેવભુમી દ્વારકા, જામનગર, કચ્છ, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, જીલ્લામાં ધોધમાર વરસાદની સૌ રાહ જોઇરહયા છે. જુનાગઢ, ગીર સોમનાથ, જીલ્લામાં ધોધમાર વરસાદ પડતા ખેડુતો વાવણી કાર્યમાં વ્યસ્ત થઇ ગયા છે.સર્વત્ર મિશ્ર વાતાવરણ યથાવત છે અને રાજકોટમાં વાદળા છવાયેલ છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : લાંબી રાહ જોવડાવ્યા બાદ બુધવારથી જુનાગઢ જિલ્લામાં શરૂ થયેલી મેઘ સવારી
આજે પણ બીજા દિવસે ચાલુ રહેતા લોકો અને ખાસ કરીને ધરતી પુત્રોમાં ખુશી વ્યાપી ગઈ છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના અહેવાલ મુજબ, જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં સવારે છ વાગ્યા સુધીમાં માળિયા-હાટીના તાલુકામાં સૌથી વધુ ૧૭૮ મીમી એટલે કે સાત ઇંચ વરસાદ ખાબકયો છે.
આ ઉપરાંત કેશોદમાં ૧૩૨ મીમી, માંગરોળમાં ૧૨૧ મીમી અને ભેસાણમાં ૧૦૭ મીમી ભારે વરસાદ નોંધાયો હતો.
જ્યારે જૂનાગઢ ગ્રામ્ય અને શહેરમાં ૬૩ મીમી, મેંદરડામાં ૪૪ મીમી, માણાવદરમાં મીમી, વંથલીમાં ૨૯ મીમી અને વિસાવદરમાં ૨૬ મીમી વરસાદ પડ્યો છે.
જ્યારે ગિરનાર ગિરનાર ક્ષેત્રમાં પણ ૬૪ મીમી વરસાદ નોંધાયો હતો. ગઈકાલે બપોરે ૨ વાગ્યાથી જુનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી હતી જેના પરિણામે મહાનગરપાલિકાની પ્રીમોનસૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી. શહેરના મોટાભાગના વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાયા હતા. કેટલીક જગ્યાએ ગટરના પાણી બેક મારતા લોકો વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
દરમિયાન આજે બીજા દિવસે પણ જુનાગઢ શહેર સહિત જિલ્લામાં મેઘરાજાએ કળપા વરસાવાનું યથાવત રાખ્યું છે. સવારના ૬ થી ૮ના પ્રારંભિક બે કલાકમાં માણાવદર તાલુકામાં વધુ ૧૨ મીમી, વંથલી પંથકમાં સૌથી વધુ ૪૪ મીમી, મેંદરડા અને કેશોદમાં ૯ મીમી, માંગરોળમાં બે મીમી, માળીયાહાટીના તાલુકામાં ૫મીમી વરસાદ થયો હતો.
જ્યારે જુનાગઢ શહેરમાં વધુ એક ઇંચ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સવારે ૮ વાગ્યાથી મેઘરાજાએ એકંદરે વિરામ લીધો છે પરંતુ વાતાવરણને લઈને દિવસ દરમિયાન ફરી મેઘરાજા જમાવટ કરે તેવું જોવા મળી રહ્યું છે.
ધોરાજી
(કિશોરભાઈ દ્વારા) ધોરાજીઃ છેલ્લા ઘણા સમયથી ભારે બફાદાર અને ઉપલાદ બાદ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી જેમાં આજે વહેલી સવારે પાંચ વાગ્યે ઝરમર વરસાદ આવ્યો હતો બાદ બપોરે ૧.૦૦ વાગે વરસાદનું પ્રારંભ થતાં તેમની ધારે સવા ઇંચ જેવો વરસાદ નોંધાઈ ચૂકયો હતો
ધોરાજી ના ગેલેક્સી ચોક. અવેડા ચોક. સ્ટેશન રોડ. જેતપુર રોડ સરદાર ચોક. જમનાવડ રોડ પોસ્ટઓફિસ ચોક.સહિત વિસ્તાર મા વરસાદ શરૂ થતા રોડ ઉપર પાણી જોવા મળ્યા હતા
ધોરાજી શહેર મા મેઘરાજા નું આગમન થતા ધરતીપુત્રો ખુશ ખુશાલ થયા હતા. ધોરાજી પંથક મા વરસાદ ની એન્ટ્રી થતા જે ખેડૂતો એ આગોતરા કરેલ વાવેતર ને ફાયદો થશે. ધોરાજી મા વરસાદ શરૂ થતા રોડ ઉપર પાણી વહેતા થયા.વરસાદ ને લઈ વાતાવરણ મા ઠંડક પસરીલોકો ને ગરમી માંથી આસિક રાહત મળી હતી
પાનેલી મોટી
( ચંદ્રેશ હિરાણી દ્વારા)મોટી પાનેલીઃ ઉપલેટા તાલુકાના પાનેલી મોટી ગામમાં મેઘરાજાની પધરામણી થતાં સમગ્ર ગામમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના ચહેરા પર આજે ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે.
આજે બપોર બાદ પાનેલી મોટી ગામમાં વરસાદ શરૂ થતાં જ ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. આ વરસાદ ખરીફ પાકની વાવણી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કપાસ અને મગફળીની વાવણીની તૈયારીઓ કરી રહેલા ખેડૂતો હવે ખેતરોમાં ઉતરી પડ્યા છે.
વરસાદ પડતાની સાથે જ ગામના બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળકો ઘરની બહાર નીકળીને વરસાદની મજા માણતા નજરે પડ્યા હતા. રસ્તાઓ પર પાણી વહેતા થતાં બાળકો કાગળની હોડી બનાવીને વરસાદી પાણીમાં તરાવતા જોવા મળ્યા હતા.
ગ્રામજનોએ જણાવ્યું કે આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ગરમી-બફારાથી રાહત મળી છે. ગામના તળાવ અને ખેતરોમાં પાણી ભરાતા ભૂગર્ભ જળ સ્તર પણ ઊંચા આવવાની આશા છે.
ગોંડલ
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : ગોંડલમાં વહેલી સવારથી આકાશ ગોરંભાયું છે.હળવા ઝાપટાં વરસી રહ્યા છે.
ગઇકાલે દિવસભર નાં અસહ્ય બફારા બાદ સાંજે ચાર કલાકે મેઘરાજા નું આગમન થયું હતું.
શરૂઆત માં ઝરમર વરસ્યા બાદ ધોધમાર મેઘવર્ષા થતા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો.વરસાદ ને કારણે રાજમાર્ગોપર પાણી ભરાયા હતા.રાતાનાલા તથા ઉમવાડા અંડરબ્રીજ માં પાણી ભરાતા ટ્રાફિક અટવાયો હતા. ઉપરાંત માંડવીચોક, સેન્ટ્રલ સિનેમા ચોક સહિત નિચાણવાળા વિસ્તારો માં પાણી ભરાયા હતાં.રાજમાર્ગોપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં.આજે પણ મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરે તેવો આકાશી માહોલ છવાયો છે.
ગોંડલ નાં ગ્રામ્ય વિસ્તારો માં પણ શ્રીકાર વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે.
ઉપલેટા
(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટાઃ ઉપલેટા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ સિટીમાં માત્ર જાપટા ઉપલેટા દિવસ દરમિયાન ઉપલેટા શહેરમાં માત્ર ઝાપટા પડેલ હતા તાલુકાના મોટી પાનેલી માં ૧૦ મીમી ખીરસરા ઘેટીયા ૨૦ મિ મી સાતવડી ૨૫ મિ મી વરસાદ પડેલ છે ત્યારે તાલુકાના અન્ય ગામડામાં સામાન્ય વરસાદ પડેલ છે ઉપલેટા સિટીમાં એક મીમી વરસાદ નોંધાયો હતો.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજે સવારે જામનગરમાં છાંટા વરસ્યા બાદ ધૂપછાંવ યથાવત છે.
તાલાલા
(દિપક તન્ના દ્વારા) તાલાલા :.. તાલાલા ગીરમાં આજે ૩ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
આજે બપોરના ર.૦૦ વાગ્યા સુધીમાં વરસેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.
જુનાગઢ
માણાવદર ૫૮ મી.મી.
વંથલી ૯૯ મી.મી.
જુનાગઢ ૮૬ મી.મી.
ભેંસાણ ૧૧૯ મી.મી.
વિસાવદર ર૬ મી.મી.
મેંદરડા ૪૪ મી.મી.
કેશોદ ર૩૫ મી. મી.
માંગરોળ ર૨૨ મી.મી.
માળીયાહાટીના ૨૬૮ મી.મી.
ગીર સોમનાથ
ગીરગઢડા ર૪ મી.મી.
તાલાલા ૭૩ મી.મી.
પાટણ-વેરાવળ ૯૮ મી.મી.
સુત્રાપાડા ૧૯૩ મી.મી.
કોડીનાર ૪૯ મી.મી.
ઉના ૪૬ મી.મી.
અમરેલી
કુંકાવાવ-વડીયા ૩૦ મી.મી.
બાબરા ૭ મી.મી.
લાઠી ૭ મી.મી.
લીલીયા ર૪ મી.મી.
બગસરા ૪૦ મી.મી.
ધારી પર મી.મી.
સાવરકુંડલા ૧ મી.મી.
જાફરાબાદ ૩ મી.મી.
ખાંભા ૩ મી.મી.
રાજુલા ૪પ મી.મી.
કોટડાસાંગાણી ૪૪ મી.મી.
લોધીકા ૮પ મી.મી.
ગોંડલ ૭ર મી.મી.
જામકંડોરણા ૬૩ મી.મી.
ધોરાજી ૩પ મી.મી.
જેતપુર ર૭ મી.મી.
ઉપલેટા ર મી.મી.
જસદણ ૧ મી.મી.
રાજકોટ ૮ મી.મી.
જામનગર
જોડીયા ૧૯ મી.મી.
કાલાવડ ૧૬ મી.મી.
જામજોધપુર ૪ મી.મી.
સુરેન્દ્રનગર
વઢવાણ પ મી.મી.
ચુડા ૩ મી.મી. (૪.૧૧)
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
