<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

અમરેલી જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ: ખાંભા અને ગીર પંથકના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો

ગીર પંથકના ગીદરડી, ભાણિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ : ભાણિયા ગામ તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યું

અમરેલી જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાંભા અને ગીર પંથકમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. ગીર પંથકના ગીદરડી, ભાણિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. ભાણિયા ગામ તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. નદીમાં પાણીની આવક વધતા આસપાસના વિસ્તારોમાં પાણીનો પ્રવાહ તેજ બન્યો હતો. ભાણિયા ગામે આવેલો ચેકડેમ પણ છલકાઈ ગયો હતો. ચેકડેમ ઓવરફ્લો થતા પાણી વહી નીકળવાના દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદને પગલે ખેડૂતો અને સ્થાનિકોમાં રાહત જોવા મળી રહી છે

(7:37 PM IST)