તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
સાવરકુંડલામાં ફરી બપોર બાદ ભારે વરસાદ :નાવલી નદીમાં ઘોડાપૂર આવતા નદી ગાંડીતૂર બની
નદીના પાણી કાંઠાની દુકાનોમાં ઘૂસી ગયા :સુકનેરા ડેમ પણ ઓવરફ્લો થયો

સાવરકુંડલામાં ગઈકાલે 7 ઈંચ વરસાદ બાદ 12 કલાકના વિરામ પછી સાવરકુંડલામાં ફરી મેઘરાજાએ એન્ટ્રી કરી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ બફારા સાથે શરૂ થયેલા વરસાદને કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે અને શહેરના માર્ગો પરથી વરસાદી પાણી વહી રહ્યા છે. સાવરકુંડલામાં ભારે વરસાદના કારણે સ્થાનિક નાવલી નદીમાં ઘોડાપૂર આવતા નદી ગાંડીતૂર બની હતી અને પાણી પુલ પર ફરી વળ્યા હતા. પૂરના પ્રચંડ પ્રવાહમાં એક વીજપોલ ધરાશાયી થવાની ઘટના કેમેરામાં કેદ થઈ હતી. નદીના પાણી કાંઠાની દુકાનોમાં ઘૂસી ગયા હતા, જ્યારે સુકનેરા ડેમ પણ ઓવરફ્લો થયો હતો.
(11:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
