તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
અમરેલી, બોટાદ, જામનગર અને રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ:નદીઓ બે કાંઠે વહી તો ક્યાંક માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર ખોરવાયો
રાજકોટના વીરપુરમાં પાણીના પ્રવાહમાં કાર તણાઈ જવાની ઘટના : બોટાદ અને જામનગરમાં નદીઓમાં નવા નીરની આવકથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મુશ્કેલીઓ વધારી છે. અમરેલીમાં શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, બોટાદમાં નદી બે કાંઠે વહેતા ખેડૂતો ખુશ થયા છે, જ્યારે જામનગર અને રાજકોટમાં પાણીના પ્રચંડ પ્રવાહે જોખમી પરિસ્થિતિ ઊભી કરી છે.
સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ફરી એકવાર જોરદાર બેટિંગ શરૂ કરી છે. અમરેલી, બોટાદ, જામનગર અને રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. ક્યાંક નદીઓ બે કાંઠે વહી રહી છે તો ક્યાંક હાઈવે અને માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. અમરેલીમાં સાતલડી નદીના પાણીથી નેશનલ હાઈવે બંધ કરવો પડ્યો છે, જ્યારે રાજકોટના વીરપુરમાં પાણીના પ્રવાહમાં કાર તણાઈ જવાની ઘટના સામે આવી છે. બીજી તરફ બોટાદ અને જામનગરમાં નદીઓમાં નવા નીરની આવકથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક માર્ગો બંધ થયા છે અને તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
