તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
ભાવનગરના જેસર તાલુકામાં ભારે વરસાદ અને મકાનો ધરાશાયી
તાતણીયા ગામે બે મકાનોને ભારે નુકસાન પહોંચ્યું જ્યારે બીલા ગામે પણ એક મકાન ધરાશાયી થયું

ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં આફતરૂપી ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે મોટા પાયે નુકસાનના અહેવાલો સામે આવ્યા છે. જેસર પંથકમાં પડેલા મુસળધાર વરસાદને લીધે કુલ ૩ મકાનોની દીવાલો ધરાશાયી થઈ ગઈ છે. જેમાં તાતણીયા ગામે બે મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે, જ્યારે બીલા ગામે પણ એક મકાન ધરાશાયી થયું છે. આ અકસ્માતોમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ ઘરવખરીને ભારે નુકસાન થવાના કારણે અસરગ્રસ્ત પરિવારો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. પરિસ્થિતિને જોતા તંત્ર દ્વારા સ્થાનિક લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
