News of Monday, 29th June 2026
સોરાષ્ટ્ર-કચ્છમાં ધોધમાર વરસાદની રાહઃ જેસર પંથકમાં પોણો ઇંચ
જેસર પંથકમાં ધોધમાર વરસાદ પડતા ગારીયાધાર-જેસર-દેપલા માર્ગ બંધ, થઇ ગયો હતો બેઠા પુલ ઉપરથી વરસાદી પાણી વહેતા વાહનવ્યવહાર ઠપ્પ, વીજપોલ ધરાશાયી

તસવીરમાં જેસર પંથકમાં પડેલ વરસાદ નજર પડે છે. (તસ્વીરઃ અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી (ભાવનગર) રહીમ વસાયા (મહુવા)
રાજકોટ, તા.૨૯: રાજકોટ સહિત સોરાષ્ટ્ર-કચ્છમાં મેઘરજાની કાગડોળે રાહ જોવાઇ રહી છે. ત્યારે માત્ર ઝાપટારૂપે હળવો ભારે વરસાદ વરસી જાય છે. પરંતુ સોૈ કોઇ ધોધમાર વરસાદની રાહ જોઇ રહયા છે.
મહુવા
(રહીમ વસાયા દ્વારા) મહુવાઃ સૌરાષ્ટ્રના જેસર પંથકમાં કાલે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. સારો એવો વરસાદ વરસી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગારીયાધાર-જેસર-દેપલા માર્ગ પર આવેલા બેઠા પુલ ઉપર વરસાદી પાણી વહેવા લાગતા આ માર્ગનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.
ભારે વરસાદને કારણે પુલ ઉપરથી પાણી વહેતા માર્ગની બન્ને બાજુ વાહનોના થપ્પા લાગી ગયા છે. અનેક વાહનચાલકો અને મુસાફરો રસ્તા વચ્ચે અટવાઈ પડ્યા હોવાનું જાણવા મળેલ છે. સ્થાનિક લોકો મુજબ પાણીનું વહેણ તેજ હોવાથી પુલ ઓળંગવો જોખમી બન્યો છે.
આ ઉપરાંત ભારે પવન અને વરસાદને કારણે આ વિસ્તારમાં એક વીજપોલ પણ ધરાશાયી થયો હોવાનું જાણવા મળેલ છે. વીજપોલ પડી જતા આસપાસના ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. તંત્ર દ્વારા વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.
હાલ વરસાદ ચાલુ હોવાથી પાણી ઓસરે ત્યાં સુધી આ માર્ગ બંધ રહેવાની શકયતા છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર જિલ્લાના તળાજા પંથકના ખેડૂતોએ છેલ્લા વીસેક દિવસ દરમિયાન માંડવી,શેરડી સહિતના પાકોનું વાવેતર કરી નાખેલછે.૫૦%થી વધુ ખેડૂતો વરસાદ ની રાહ જોઇને બેઠાછે તેવા ખેડૂતોને વરસાદ વરસવાની આશા બંધાઈછે આજે અમુક ગામડાઓમાં વરસેલા વરસાદ ને પગલે.થોડો વરસાદ વરસશ ેતો પણ જમીનમાં ભેજ જળવાઈ રહેજેથી ખેડૂતોને પાણી વાળવું ન પડે.
શેત્રુંજી સિંચાઈ યોજના કેનાલ દ્વારા પાણી છોડવામાં આવેજેથી ખેડૂતોએ કરેલ વાવેતરને બચાવવા માટે કરાયેલ માગ વચ્ચતળાજા ના નવા સાંગાણા, કુંઢેલી, ઘાટરવાળા, ઠાડચ સહિતના વિસ્તારોમાં નેવાધાર વરસાદ વરસ્યોહતો. જ્યાં વરસાદ વરસ્યો તે વિસ્તારના ખેતરોમા પાણી ભરાયેલ હોય તેવા દ્રશ્યોસામે આવ્યા હતા.
જેસરમાં પોણો ઇંચ વરસાદ ભાવનગર જિલ્લાના જેસરમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. જેસરમાં ૧૬ મી.મી. વરસાદ નોંધાયો છે.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
