<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

સૌરાષ્ટ્રના જેસર પંથકમાં ભારે વરસાદથી ગારિયાધાર-દેપલા માર્ગ પરના બેઠા પુલ પર પાણી ફરી વળ્યા: વાહનવ્યવહાર ઠપ

માર્ગની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગતા લોકો અટવાયા, એક વીજપોલ પણ ધરાશાયી

​મહુવા: સૌરાષ્ટ્રના જેસર પંથકમાં સારા વરસાદને પગલે ગારિયાધાર-જેસર દેપલા માર્ગ પર આવેલા બેઠા પુલ ઉપર વરસાદી પાણી વહેવા લાગ્યા છે. પુલ પરથી પાણી પસાર થતા આ માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગતા અનેક મુસાફરો અટવાઈ પડ્યા છે. ભારે વરસાદના કારણે આ વિસ્તારમાં એક વીજપોલ પણ ધરાશાયી થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. (રહીમ વસાયા મહુવા)

(11:38 PM IST)