તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
ભાવનગરમાં અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો
કાળીયાબીડ, આરટીઓ સર્કલ, વિઠ્ઠલવાડી, શાસ્ત્રીનગર, દેવુબાગ, દિલબહાર ટાંકી અને વાઘાવાડી રોડ સહિતના વીઆઈપી અને રહેણાંક વિસ્તારોમાં વરસાદ

ભાવનગર શહેરના કાળીયાબીડ, આરટીઓ સર્કલ, વિઠ્ઠલવાડી, શાસ્ત્રીનગર, દેવુબાગ, દિલબહાર ટાંકી અને વાઘાવાડી રોડ સહિતના વીઆઈપી અને રહેણાંક વિસ્તારોમાં સિઝનનો પ્રથમ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ પ્રથમ વરસાદને આવકારવા માટે લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. ખાસ કરીને નાના બાળકો અને યુવાનો રસ્તા પર તેમજ ધાબા પર વરસાદમાં નહાવાનો અને મોજ માણવાનો આનંદ લેતા નજરે પડ્યા હતા. ચારેય તરફ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ સોશિયલ મીડિયા પર પણ વરસાદના વીડિયો શેર કરીને ચોમાસાના આગમનને વધાવ્યું હતું.
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
