<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

સૌરાષ્‍ટ્રમાં ધોધમાર વરસાદ : સાવરકુંડલાના વાશિયાળી ગામનો ડેમ ઓવરફ્‌લો

 

મોટી પાનેલીઃ સૌરાષ્‍ટ્રમાં ચોમાસાએ જોર પકડ્‍યું છે. અનેક જગ્‍યાએ ગાજવીજ સાથે ભારે થી અતિ ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાયા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વાશિયાળી ગામે માત્ર સવા કલાકમાં જ ૫ થી ૬ ઈંચ વરસાદ નોંધાયો હતો.  તેમ વાંશીયાળીના વજુભાઇ બારૈયાએ જણાવ્‍યું છે. ભારે વરસાદના કારણે ગામનો ડેમ ઓવરફ્‌લો થયો છે. ખેતરોમાં પણ પાણી ભરાઈ જતા ખેડૂતોની ચિંતા વધી છે.બોટાદ - ગઢડા, ઢસા જંક્‍શનમાટે ધોધમાર વરસાદ પડતા અંદાજે ૪ થી ૫ ઈંચ વરસાદ નોંધાયો.લાઠીમા ભયંકર વરસાદ પડ્‍યો  છે.જામનગરના ધ્રોલ વિસ્‍તારમાં સિઝનનો પહેલો વરસાદ નોંધાયો છે. (તસ્‍વીર-અહેવાલ : ચંદ્રેશ હિરાણી-મોટી પાનેલી)

(11:25 AM IST)