News of Tuesday, 3rd November 2026
જામનગરમાં સુભાષ માર્કેટ પાસે દાદાગીરીની પરાકાષ્ટાઃ એસ્ટેટ શાખાના કર્મચારીને જાહેરમાં ઢોરમાર: જુઓ વિડીયો
દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે ઝપાઝપી, ફરજ પરના આઉટર્સોસિંગ કર્મચારીને રસ્તા પર પાડી બેફામ માર માર્યો; મારામારીનો વીડિયો વાયરલ, પોલીસે તપાસ શરૂ કરી

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા.૩: શહેરના સુભાષ માર્કેટ પાસે મનપાની એસ્ટેટ શાખાના આઉટર્સોસિંગ કર્મચારી પર દાદાગીરીની પરાકાષ્ટા સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, મનપાની એસ્ટેટ શાખાની ટીમ રસ્તા પરના દબાણો દૂર કરવા માટે ગઈ હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વો સાથે ઝપાઝપી થઈ હતી. દરમિયાન ફરજ પરના એક કર્મચારીને જાહેરમાં રસ્તા પર પાડીને બેફામ માર મારવામાં આવ્યો હતો.
આ દાદાગીરી અને બેફામ મારામારીની સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે, જેને પગલે સ્થાનિકો અને કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે.
આ ગંભીર મામલે ભોગ બનનાર કર્મચારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે આરોપીઓની ઓળખ કરી કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.(તસવીર-વિડીયોઃ કિંજલ કારસરીયા, જામનગર)
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
