News of Wednesday, 3rd June 2026
ન્યુઝ ચેનલ વિરૂધ્ધ ગોંડલ ગણેશ દ્વારા થયેલ ફરિયાદમાં હાઇકોર્ટનો રાહત આપતો ચુકાદો
બદનક્ષી અંગે થયેલ ફરિયાદનો-કોર્ઝિવ સ્ટેપનો આદેશ

રાજકોટ તા. ૩: નિર્ભય ન્યૂઝ ચેનલ સામે દાખલ કરવામાં આવેલી બદનક્ષીની ફોજદારી ફરિયાદ સંબંધિત મામલે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ કાનૂની વિકાસ થયો છે. ગુજરાત હાઈકોર્ટે નોટિસ ઇશ્યૂ કરીને અરજદારોને વચગાળા ની રાહત આપતાં આગામી સુનાવણી સુધી (આરોપી સામે સખત પગલાઓ લેવા સામે રોક) લગાવવાનો આદેશ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ વર્ષ ૨૦૨૪ દરમિયાન જુનાગઢમાં રાજુભાઈ સોલંકી દ્વારા ગણેશ ગોંડલ તથા અન્યો વિરુદ્ધ નોંધાયેલ એક ફોજદારી કેસમાં, જેમાં એટ્રોસિટી કાયદા સહિત ત્ભ્ઘ્ ની ગંભીર કલમો (જેમ કે IPC 307, અપહરણ સહિતની અન્ય કલમો) હેઠળ ગુનો નોંધાયેલ હતો, તે અંગે વિવિધ મીડિયા પ્લેટફોર્મ્સની જેમ આ ન્યૂઝ ચેનલ દ્વારા પણ જાહેર રેકોર્ડ અને ઉપલબ્ધ માહિતીના આધારે સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ, આ ચેનલ સામે બદનક્ષીની ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ચેનલે સમાચાર પ્રસારણ દરમિયાન ફરિયાદીના વર્તન અંગે ટીકાાત્મક શબ્દપ્રયોગ કર્યો હતો. આ અંગે ન્યુઝ ચેનલે તરફથી રજૂઆત કરવામાં આવી છે કે ચેનલ દ્વારા જે કંઈ પ્રસારિત કરવામાં આવ્યું હતું તે તત્કાલીન નોંધાયેલા ગુના, ધરપકડ અને જાહેર ક્ષેત્રમાં ઉપલબ્ધ માહિતીના સંદર્ભમાં સમાચાર પ્રસારણ તરીકે કરવામાં આવ્યું હતું અને તેનો હેતુ જાહેર હિતમાં માહિતી આપવાનો હતો.
હાલમાં માનનીય ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ વચગાળા ના આદેશ અનુસાર, બદનક્ષીની ફોજદારી ફરિયાદમાં અરજદારો સામે હાલ કોઈ આકરા પગલા લેવામાં નહીં આવે.
નોંધનીય છે કે, આ ઇન્ટરિમ રાહત માત્ર ફોજદારી બદનક્ષીની ફોજદારી ફરિયાદ સંબંધિત છે. જ્યારે જણાવ્યા મુજબનો રૂા. ૧૦૦ કરોડનો સિવિલ ડેમેજ ક્લેઇમ અલગથી કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.
કેસ હાલ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે અને અંતિમ નિર્ણય આવવાનો બાકી છે. આ કામે નિર્ભય ન્યૂઝ ચેનલ વતી એડવોકેટ મૌલિક સોની, એડવોકેટ સંજય પંડિત, દિનેશ પાતર, બીનીતા પટેલ, અરૂણ સિન્ધલ વિગેરે રોકાયેલ હતા.
ગણેશ - ગોંડલ
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
