<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

ગોંડલમાં હીનાબેન કાચાએ એસિડ પી આપઘાત કર્યો

રાજકોટ તા. ૩૦: ગોંડલમાં રહેતાં મહિલાએ એસિડ પી લેતાં સારવાર દરમિયાન રાજકોટમાં મોત થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. જાણવા મળ્‍યા મુજબ ગોંડલમાં આશાપુર ચોકડી નજીક ગોલ્‍ડન સીટી સોસાયટીમાં રહેતાં હીનાબેન હરિભાઇ કાચા (ઉ.વ.૫૨) નામના મહિલાએ ગઇકાલે ઘરે એસિડ પી લેતાં ઉલ્‍ટીઓ કરવા માંડતાં પરિવારજનોને જાણ થઇ હતી. તેમને ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગોંડલ બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનારા હીનાબેનને સંતાનમાં એક દિકરો છે. પતિ કારખાનામાં કામ કરે છે. બિમારીથી કંટાળી હીનાબેને આ પગલુ ભર્યાનું સગાએ જણાવ્‍યું હતું.

(11:01 AM IST)