<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

વિસાવદરના દુધાળા (ગીર) ગામમાં નવરાત્રીમાં હિંદુ મુસ્લિમ બાળાઓ ગરબે ઘૂમી કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ

દુધાળા ગ્રા.પં. પૂર્વ સરપંચ રહીમભાઈ બ્લોચનું નવરાત્રી મહોત્સવમાં દાતા તરીકેનું સરાહનીય કાર્ય

વિસાવદર :વિસાવદર તાલુકાનું દુધાળા (ગીર) ગામ જંગલની બોર્ડર ઉપર આવેલું, ખોબા જેવડા ગામના સ્ટેજ કલાકાર ક્રમ ગ્રા.પં. પૂર્વ સરપંચ પ્રતિનિધિ લાખાભાઈ ગઢવી તથા નવરાત્રી મહોત્સવના દાતા કમ પૂર્વ‌ સરપંચ રહીમભાઈ બ્લોચના માર્ગદર્શન મુજબ દર વર્ષે નવલા નોરતાની ઝળહળતી રોશની સાથે આયોજન કરવામાં આવે છે.
વિસાવદર ગીર બોર્ડર ઉપર આવેલા આ છેવાડાના ગામમાં હિન્દુ, મુસ્લિમ, મકરાણી, ચારણ, પટેલ, દરબાર, બ્રાહ્મણ, કોળી,દલિત, બાવાજી અને અન્ય જ્ઞાતિના પરિવારો ભાઈચારાના ભાવ સાથે તમામ ધાર્મિક પ્રસંગો સમૂહમાં ખબે ખભા મિલાવી ઉજવણી કરે છે. વિશેષ નવરાત્રી રાસોત્સવમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વિના ૧૨૫ જેટલી કુમારીકાઓએ બેન્જો અને ઢોલના નાદ સાથે રાસોત્સવની રમઝટ બોલાવી.
નવરાત્રીના નવલા નોરતાની ઇનામ વિતરણની રાત્રી સેશનમાં વિસાવદરથી ઉપસ્થિત આમંત્રિત મહેમાન સી.વી.જોશીએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ કે કોમી એકતાના ભાવ સાથે નવ દિવસ કોઈ પણ જાતના ભેદભાવ વિના કુમારીકાઓ ગરબે ઘૂમે એ જ સાચા અર્થમાં નવરાત્રી ની ઉજવણી કરી કહેવાય. અભ્યાસુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધી માતા-પિતાનું નામ રોશન કરી ગામનું દુધાળા ગ્રા.પં.) દ્વારા છેલ્લા દસ વર્ષથી આ લ્હાણી દેવાનો શિરસ્તો ચાલ્યો આવે છે. અને સ્ટેજ કલાકાર લાખાભાઈ ગઢવી નવ દિવસ સુધી એક સિંગર (ગાયક કલાકાર) તરીકેની ભૂમિકા અદા કરી નવરાત્રી મહોત્સવને દૈદીપ્યમાન બનાવે છે. નવરાત્રીના અંતિમ દિવસે રાત્રી સેશનમાં આમંત્રિતો, ગ્રામ્યજનો અને સ્વયં સેવકોના વરદ હસ્તે બાળાઓને ઈનામ વિતરણ કરાવી સન્માનિત કરેલ.આજના નવલા નોરતાના પ્રસંગે ઉપસ્થિત આમંત્રિતો પૂ.ધીરજગીરીબાપુ, પૂ. શૈલેષ ભારથીબાપુ, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ નીતિનભાઈ કપુરીયા, પૂર્વ સદસ્ય અશ્વિનભાઈ સરધારા, ગણપતિ ઉત્સવ સમિતિના પ્રમુખ સુરેશભાઈ સાદરાણી, પાંચાભાઈ વણજારા, ગ્રામ્ય સરપંચ વારમામદભાઈ બ્લોચ, લલીતભાઈ વેપારી, એહમદભાઈ બ્લોચ, સામતભાઈ ગઢવી, વિઠ્ઠલભાઈ ડાભી, પોપટભાઈ કોટડીયા, રેવાશંકરભાઈ મહેતા, ચંદુભાઈ સોલંકી, જીવરાજભાઈ આંતરોલીયા તથા બહોળી સંખ્યામાં માતાઓ, બહેનો, વડીલો તથા બાલદેવો ઉપસ્થિત રહેલ.
સમગ્ર નવરાત્રી મહોત્સવનું સફળ સંચાલન દુધાળા ગ્રામ પંચાયત સરપંચશ્રી એવા સ્ટેજ કલાકાર તરીકે પ્રખ્યાત એવા લાખાભાઈ ગઢવીએ કરેલ. અંતિમ દિવસે રહીમભાઈ બ્લોચ એ આમંત્રિત મહેમાનો, ગામના તમામ દાતાશ્રીઓ, ગ્રામ્યજનો, વડીલો, અગ્રણીઓ, યુવાનો, સ્વયં સેવકો અને નવરાત્રી ઉત્સવમાં સહકાર આપવા બદલ તમામનો આભાર વ્યક્ત કરેલ. નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા ગ્રામ્ય યુવાનોએ સારી એવી જહેમત ઉઠાવેલ. તેમ રહીમભાઈ બ્લોચની યાદી જણાવે છે.

(10:04 PM IST)