<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

સુરેન્‍દ્રનગર મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે રાકેશ રાઠોડની ઐતિહાસિક નિમણૂક

સ્‍મિતા રાવલ ડેપ્‍યુટી મેયર, નિખિલ ચાંપાનેરી કારોબારી ચેરમેનઃ ૫૨ માંથી ૫૧ બેઠકો જીતનાર ભાજપમાં ઉત્‍સવનો માહોલ, મનપા કચેરીએ દિવાળી જેવી રોનક

 (ફઝલ ચોૈહાણ દ્વારા)વઢવાણ,તા.૨૯: સુરેન્‍દ્રનગર-દુધરેજ-વઢવાણ મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી ચાલતી હોદ્દેદારોની નિમણૂકની અટકળોનો અંત આવ્‍યો છે. પ્રથમ મેયર તરીકે રાકેશભાઈ રાઠોર્ડંની ઐતિહાસિક નિમણૂક જાહેર થતાં જ શહેર ભાજપ કાર્યાલય સહિત મનપા કચેરીએ દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. કાર્યકરોએ ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી ખુશી વ્‍યક્‍ત કરી હતી. 

-મેયર-રાકેશ રાઠોડ  - ડેપ્‍યુટી મેયર સ્‍મિતા રાવલ  -કારોબારી ચેરમેનઃખિલ ચાંપાનેરી  - દંડકઃસ્‍વાતિ માંડલિયા  -શાસક પક્ષના નેતાઃપિન્‍ટુબેન અસાણીયાની વરણી કરાઇ છે.

સુરેન્‍દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ભાજપે ઢ૫૨ માંથી ૫૧ બેઠકો વિજય મેળવી ઐતિહાસિક જીત નોંધાવી હતી. ત્‍યારથી મેયરપદની રાહ જોવાતી હતી જે આજે જાહેર થતાં કાર્યકરોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળ્‍યો.

રાકેશ રાઠોડનો જન્‍મ ૧૭-૦૨-૧૯૭૯ના રોજ ચુડા તાલુકાના ઝોબાળા ગાર્મેં થયો હતો. માતા-પિતા સરકારી શિક્ષક હોવાથી બાળપણથી જ સંસ્‍કારસભર વાતાવરણ મળ્‍યું. પ્રાથમિક શિક્ષણ ભળગુપુર, ધોરણ ૮-૯ ચુડા ચોકડી અને ૧૦-૧૨ ગાંધીનગર ખાતે પૂર્ણ કર્યું.  એમ.પી. શાહ કોલેજ, સુરેન્‍દ્રનગરમાંથી અંગ્રેજીમાં બી.એ., રાજકોટની મુરલીધર બી.એડ કોલેજમાંથી બી.એડ અને રાની દુર્ગાવતી યુનિવર્સિટી, જબલપુરમાંથી એમ.એડની ઉપાધિ મેળવી. મોરબી તથા લખતરની બી.એડ કોલેજોમાં ર્ં૧૦ વર્ષ સુધી લેક્‍ચરર તરીકે સેવા આપી. 

માત્ર ૧૪ વર્ષની ઉંમરે આર.એસ.એસ.ની ચુડા ચોકડી શાખામાં મુખ્‍યશિક્ષક બન્‍યા. ૨૦૦૫થી નાના ભાઈ ડો. મળગેશભાઈ રાઠોડની વઢવાણ નગરપાલિકાની ચૂંટણીથી ભાજપમાં સક્રિય થયા. ૨૦૧૧માં વઢવાણ નગરપાલિકાના સભ્‍ય તરીકે ચૂંટાયા અને સામાજિક ન્‍યાય સમિતિ તથા સેનીટેશન ખાતા સંભાળ્‍યા. ૨૦૧૨થી ૨૦૧૫ સુધી વઢવાણ શહેર અનુજાતિ મોરચાના પ્રમુખ રહ્યા. 

 ડો. મળગેશભાઈના નાની ઉંમરે અવસાન બાદ પરિવારે સમાજસેવાની પરંપરા આગળ ધપાવી. ર્ં૨૦૨૧માં ધર્મપત્‍ની શિલ્‍પાબેન રાઠોર્ડં નગરપાલિકામાં ચૂંટાઈ બાગ-બગીચા ચેરમેન બન્‍યા અને હાલ શહેર ભાજપ મંત્રી છે. કોરોના કાળમાં ઉમદા સેવા બદલ કલેક્‍ટર દ્વારા સન્‍માનિત કરાયા હતા. 

રાકેશ રાઠોડે જણાવ્‍યું કે શહેરના પીવાના પાણી, રોડ-રસ્‍તા, ભૂગર્ભ ગટર, સફાઈ અને સ્‍ટ્રીટલાઈટ જેવા પાયાનાપ્રશ્નોને પ્રાધાન્‍ય આપશે. સ્‍માર્ટ સિટીના કામો ઝડપથી પૂર્ણ કરવા અને નાગરિક સુવિધા વધારવા કટિબદ્ધ રહેશે. 

રાઠોડ પરિવાર છેલ્લા૨૨ વર્ષથી ભાજપ સાથે વફાદારીપૂર્વક જોડાયેલો છે. રાષ્‍ટપ્રમ, શિક્ષણપ્રેમ અને સમાજસેવાની ભાવના તેમના વ્‍યક્‍તિત્‍વની ઓળખ છે. નવી ટીમ આગામી દિવસોમાં પદભાર સંભાળી વિકાસ કામોને વેગ આપશે તેવી શહેરીજનોમાં અપેક્ષા છે.

(10:38 AM IST)