તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
ઐતિહાસિક ક્ષણઃ લાયન્સ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨Jના દ્વિતીય વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે જૂનાગઢના જયકિશન દેવાણીએ શપથ લીધા
‘કર્તવ્ય પ્રથમમ' સમારોહમાં પાસ્ટ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર આર. સુનિલકુમાર દ્વારા લેવડાવાયા શપથઃ રાજકોટના મેયર ડો. નેહલ શુક્લા અને પૂર્વ મેયર બીનાબેન આચાર્ય સહિત ૬૦૦થી વધુ અગ્રણીઓની ઉપસ્થિતિ

જૂનાગઢ, તા., ર૧: સંસ્થા લાયન્સ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨J (સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ) ના લાયનવાદી વર્ષ ૨૦૨૬-૨૭ માટે ધારાશાષાી, નોટરી અને અગ્રણી સામાજિક કાર્યકર લાયન જયકિશન મનોજકુમાર દેવાણીએ ‘બીજા વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર' તરીકે શપથ ગ્રહણ કર્યા છે.
શપથવિધિ સમારોહ ‘કર્તવ્ય પ્રથમમ' ના શીર્ષક હેઠળ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન હાર્દિક મહેતાના ગતિશીલ નેતળત્વમાં યોજાયો હતો. જેમાં ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે ઉપસ્થિત રહેલા પાસ્ટ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર આર. સુનિલકુમારે લાયન જયકિશન દેવાણીને હોદ્દા અને કર્તવ્યના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે રાજકોટના મેયર ડો. નેહલ શુક્લા, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, લાયન્સ સંસ્થાના પૂર્વ ગવર્નર્સ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાંથી પધારેલા ૬૦૦થી વધુ લાયન સભ્યો અને મહાનુભાવો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.
જૂનાગઢમાં પ્રથમ લાયન્સ ક્લબની સ્થાપના વર્ષ ૧૯૬૨માં થઈ હતી. સમયના વહેણ સાથે અનેક ચડાવ-ઉતાર જોયા બાદ, વર્ષ ૨૦૧૪માં સેવાના સૂર્યનું પુનઃ આગમન થયું અને ‘લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનાર' ની સ્થાપના થઈ.
આ ક્લબ દ્વારા જૂનાગઢમાં અનેક કાયમી સેવાકીય પ્રકલ્પો ચલાવવામાં આવે છે, જે સમગ્ર ગુજરાત માટે એક મિસાલ છેઃ
ગયા એપ્રિલ મહિનાની ૦૫ તારીખે (૦૫-૦૪-૨૦૨૬) યોજાયેલી ચૂંટણીમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની ૬૭ લાયન્સ ક્લબના ૨૦૦૦થી વધુ સભ્યોએ મતદાન કર્યું હતું. લાયન જયકિશન દેવાણીએ લાયન્સ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨J ના ઇતિહાસમાં આજ સુધીની સૌથી મોટી અને ઐતિહાસિક બહુમતી (હાઈએસ્ટ મેજોરિટી) મેળવીને વિજયધ્વજ ફરકાવ્યો હતો, જે જૂનાગઢના સેવાકીય સમર્પણની જીત સમાન છે.
લાયન જયકિશન દેવાણી માત્ર લાયન્સ સંસ્થા પૂરતા સીમિત નથી, પરંતુ તેઓ જૂનાગઢ અને સૌરાષ્ટ્ર કચ્છ લાયન જગતના એક અગ્રેસર વ્યક્તિત્વ છે. તેઓ વ્યવસાયે ખૂબ જ સફળ અને જાણીતા ધારાશાષાી તેમજ નોટરી છે. આ ઉપરાંત, તેઓ જૂનાગઢની શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક અને વ્યવસાયિક એવી અંદાજે ૩૭ જેટલી સંસ્થાઓમાં વિવિધ હોદ્દાઓ પર રહીને નેતળત્વ પૂરું પાડી રહ્યા છે.
લાયન જયકિશન દેવાણીની આ અભૂતપૂર્વ સિદ્ધિ બદલ જૂનાગઢની જનતા, વેપારી મંડળો, સામાજિક અગ્રણીઓ અને લાયન્સ પરિવાર તરફથી તેમના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનારના સેક્રેટરી લાયન શહેઝાદ માકડાની યાદી જણાવે છે. હાલમાં લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનારની સમગ્ર ટીમ પ્રમુખ લાયન કમલેશ દોશીના નેતળત્વ હેઠળ સેવાના કાર્યોમાં કાર્ય કરી રહી છે.
(12:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
