<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

પોરબંદરમાં ‘હિટ એન્‍ડ રન': સિનીયર એડવોકેટ વિજયભાઇ પંડયાનું મૃત્‍યુ

કોર્ટથી ઘરે જતી વખતે કમલાબાગ નજીક રિક્ષાવાળો ઇલેક્‍ટ્રીક ટુવ્‍હીલરને ઠોકરે લઇ ભાગી ગયોઃ સારવાર દરમિયાન રાજકોટમાં મૃત્‍યુ થતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૮: બેફમ ઝડપે વાહન હંકારતા ચાલકો પોતાના માટે તો ઠીક બીજા રાહદારીઓ કે વાહનચાલકો માટે પણ જોખમરૂપ બની જતાં હોય છે. આવી જ એક ઘટનામાં એક પરિવારના મોભીનો જીવ ગયો છે. પોરબંદરમાં હિટ એન્‍ડ રનના બનાવમાં ગંભીર ઇજા થવાથી સિનીયર એડવોકેટનું મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્‍યા મુજબ પોરબંદરમાં છાંયા પ્‍લોટ મેઇન રોડ પર રહેતાં વિજયભાઇ કનૈયાલાલ પંડયા (ઉ.વ.૭૨) નામના એડવોકેટ તા. ૧૨/૭ના રોજ કોર્ટ ખાતેથી પોતાનું ઇલેક્‍ટ્રીક ટુવ્‍હીલર હંકારી બપોરે ઘરે જવા નીકળ્‍યા ત્‍યારે કમલાબાગ નજીક એ.ડી. સાયન્‍સ કોલેજ પાસે પહોંચ્‍યા તે વખતે કોઇ રિક્ષાનો ચાલક તેમને ઠોકરે લઇ ભાગી ગયો હતો.

આ અકસ્‍માતમાં તેમને ગંભીર ઇજા થતાં પોરબંદર હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ સારવારમાં મૃત્‍યુ થતાં કમલાબાગ પોલીસન ેજાણ કરવામાં આવી હતી. વિજયભાઇ પરિવારના એકના એક મોભી હતાં. તેઓ સિનીયર એડવોકેટ હતાં. તેમને સંતાનમાં એક દિકરો રૂષીભાઇ છે. તે પણ વકિલાત કરે છે. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં કમલાબાગ પોલીસે અકસ્‍માત સર્જી ભાગેલા રિક્ષાચાલકને શોધવા જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. 

 

(11:30 AM IST)