તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન શ્રીહરિ મંદિરમાં "પૂ. ભાઈશ્રી" રમેશભાઈ ઓઝાના પાવન સાન્નિધ્યમાં જન્માષ્ટમી-નંદ મહોત્સવની ભવ્યતાથી ઉજવણી
બાલકૃષ્ણ ભગવાનના સંકીર્તન સાથે નંદોત્સવ ઉજવવામાં આવ્યો હતો. બપોરે ૧૨:૩૦ વાગ્યે "પૂ. ભાઈશ્રી" રમેશભાઈ ઓઝા દ્વારા ઉત્સવ આરતી કરવામાં આવી : મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ : પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં સ્થિત શ્રીહરિ મંદિરમાં "પૂ. ભાઈશ્રી" રમેશભાઈઓઝાના પાવન સાન્નિધ્યમાં જન્માષ્ટમી અને નંદ મહોત્સવ ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.
જન્માષ્ટમી ઉત્સવ તા.૪ ને શુક્રવારે ઉજવાયો હતો. વિશેષ રૂપથી દરેક વૈષ્ણવોની સાથે જન્માષ્ટમી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જન્માષ્ટમીના રોજ સાંજે ૦૭:૦૦ વાગ્યે આરતી બાદ રાત્રે ૧૦:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી શ્રીકૃષ્ણ ભગવાનું નામ સંકીર્તન કરવામાં આવ્યુ હતું રાત્રે ૧૧:૩૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી શ્રીમદ્ ભાગવતના દશમસ્કંધના પાઠ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ રાત્રિના ૧૨:૦૦ વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ તેમજ ઉત્સવ આરતી કરવામાં આવી હતી.
નંદોત્સવ તા.૫ ને શનિવારે ઉજવાયો હતો.
સવારે ૭:૩૦ વાગ્યે મંગલાઆરતી સંપન્ન થઈ હતી. ત્યારબાદ સવારે ૧૦:૦૦ થી બાલકૃષ્ણ ભગવાનના સંકીર્તન સાથે નંદોત્સવ ઉજવવામાં આવ્યો હતો. બપોરે ૧૨:૩૦ વાગ્યે "પૂ. ભાઈશ્રી" રમેશભાઈ ઓઝા દ્વારા ઉત્સવ આરતી કરવામાં આવી હતી.
આ ઉત્સવના દિવસોમાં શ્રી હરિ મંદિરમાં પ્રતિષ્ઠિત સર્વે વિગ્રહોનો વિશેષ શૃંગાર પણ કરવામાં આવ્યો હતો. સૌ શ્રી હરિભકતોએ જન્માષ્ટમી ઉત્સવ તેમજ વિશેષ દર્શનનો લાભ લીધો હતો. તેમ સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા યાદીમાં જણાવ્યું છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
