<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

સોમનાથ દરિયામાં આપઘાતનો પ્રયાસ કરનાર માતા-પુત્રીને હોમગાર્ડ અને પોલીસે બચાવ્યા

સોમનાથના દરિયાકિનારે એક મહિલાએ પોતાની 12 વર્ષની પુત્રી સાથે આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર:મહિલાને ફરજ પરના હોમગાર્ડ અને પોલીસે સમયસર જોઈ લેતા તેમનો જીવ બચાવી લેવાયો

સોમનાથના દરિયાકિનારે એક મહિલાએ પોતાની 12 વર્ષની પુત્રી સાથે આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી. VIP પાર્કિંગ તરફથી દરિયામાં ઉતરેલી વેરાવળની આ મહિલાને ફરજ પરના હોમગાર્ડ અને પોલીસે સમયસર જોઈ લેતા તેમનો જીવ બચાવી લેવાયો હતો. બંનેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રભાસપાટણની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ આ ઘટના પાછળનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • એક મહિલા અને તેની પુત્રી કૌટુંબિક પ્રશ્નો કે અન્ય કારણોસર જીવન ટૂંકાવવાના ઈરાદે દરિયાના ઊંડા પાણી તરફ આગળ વધી રહ્યા હતા.
  •  કિનારે તૈનાત હોમગાર્ડ જવાનો અને ટાઉન બીચ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ તાત્કાલિક દરિયામાં કૂદીને બંનેને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
  •  બચાવ્યા બાદ બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને જરૂરી કાઉન્સેલિંગ માટે તેમના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો

(8:37 PM IST)