તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
ચોટીલાના હોમગાર્ડ શૈલેષભાઇ મકવાણાનું હૃદય બેસી જતાં મૃત્યુ
સારવાર માટે રાજકોટ ખસેડાયા પણ જીવ ન બચ્યો

રાજકોટ તા. ૧૨: ચોટીલા જ્યોતિનગરમાં રહેતાં શૈલષેભાઇ જાદવજીભાઇ મકવાણા (ઉ.વ.૫૩)ને ઘરે હતાં ત્યારે ત્યારે છાતીમાં દુઃખાવો શરૂ થતાં ચોટીલા સારવાર અપાવી રાતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર શૈલેષભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં ત્રીાજ હતાં. સંતાનમાં બે પુત્રી છે. પોતે ચોટીલામાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતાં હતાં અને કેબલની દુકાન પણ ચલાવતાં હતાં. હૃદય રોગનો હુમલો જીવલેણ નીવડયાનું સગાએ કહ્યું હતું. પોલીસે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
