<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

પોરબંદર કોળી સમાજના જિલ્લા તાલુકા અને મહાનગરપાલિકામાં ચૂંટાયેલા સદસ્‍યોનો રવિવારે સન્‍માન સમારોહ

કોળી સમાજના વધતા રાજકીય દબદબાને આવકાર : સન્‍માન સમારંભમાં જ્ઞાતિજનોને મોટી સંખ્‍યામાં ઉમટી પડવા અપીલ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. રઃ  કોળી સમાજ દ્વારા જિલ્લા, તાલુકા મહા નગર પાલિકા મા ચૂંટાયેલા સદસ્‍યોનું સન્‍માન કરવાનું રવિવારે આયોજન  કરેલ છે.

 તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળ થતા છાંયા પ્‍લોટ ઘેડીયા કોળી સમાજ ચેરિટેબલ ટ્રસ્‍ટ ના સંયુક્‍ત ઉપક્રમે સ્‍થાનિક ગ્રામ સ્‍વરાજની ચૂંટણીમાં મહા નગર પાલિકા, જિલ્લા, અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલા કોળી સમાજના સદસ્‍યોં નું  અભિવાદન કરવાનું આયોજન કરવામાં આવેલ છે પોરબંદર તાલુકા કોળી સમાજ ન્‍યૂ ઘેડીયા કોળી સમાજ વંડી ના પ્રમુખ  દેવાયત ભાઈ  વાઢિયા તથા તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળ ના પ્રમુખ નારણ ભાઈ બામણીયાએ જણાવ્‍યું છે.

 તાલુકાકોળી સમાજ કર્મચારી મંડળ તથા પોરબંદરછાંયા પ્‍લોટ ઘેડીયા કોળી સેવા ચેરિટેબલ ટ્રષ્ટના સંયુક્‍ત ઉપક્રમે છેલ્લા બે દાયકાઓથી સામાજિક, શૈક્ષણિક આધ્‍યાત્‍મિક અને ધરાવતા પોરબંદર ના છાંયા પ્‍લોટ ખાતેસ્‍વામિનારાયણ ગુરુકુળ સામે આવેલ ન્‍યૂ ઘેડીયા કોળી સમાજના વાડી ખાતે આગામી તા ૦૭ રવિવાર સાંજે ૪-૦૦ કલાકે પોરબંદરની સ્‍થાનિક ગ્રામ સ્‍વરાજની તાલુકા જિલ્લા અને મહા પાલિકામા ચૂંટાયેલા કોળી સમાજ ના સદસ્‍યોં નું સન્‍માન કરાશે.

જિલ્લા પંચાયત મા સદસ્‍ય અને જિલ્લા કારોબારી કમિટી ના  અધ્‍યક્ષ તરીકે શ્રી જગદીશ ભાઈ સગારકા ની નિયુક્‍તિ (માધવપુર ઘેડ) પોરબંદર તાલુકા પંચાયત મા સદસ્‍યા અને તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ તરીકે લલિતા બેન પ્રવીણ ભાઈ માવદીયા નિયુક્‍તિ, પોરબંદર તાલુકાના સદસ્‍યોં સર્વ કસન ભાઈ કાના ભાઈ વાજા ( માધવપુર ) ચોથી બેન રામસીભાઇ ડાભી (મૂળ માધવપુર) શ્રી રમેશ ભાઈ લખમણ ભાઈ બાલસ (મંડેર) તેમજ કુતિયાણા તાલુકા પંચાયત મા સદસ્‍ય તેરીકે હિના બેન ભરત ભાઈ વાઢિયા (ફરેર ) પોરબંદર મહાનગર પાલિકા ના કોરપેરેટ તરીકે  હર્ષદ ભાઈ પ્રેમજી ભાઈ બામણીયા (શાસક પક્ષના નેતા વોર્ડ -૫) આશા બેન પ્રફુલ ભાઈ કિશોર કોરપેટર તરીકે (વોર્ડ-૨) રેખા બેન રમેશ ભાઈ રુદરીયા કોર્પેટ ર તરીકે (વોર્ડ --૬) તેમજ જિલ્લા ભાજપ  પોરબંદર ના મહા મંત્રી તરીકે નવ નિયુક્‍તસેવા કર્મી રામભાઈકરગટિયા (માધવપુર) અને જિલ્લા ભાજપના નવ નિયુક્‍ત કોષાધ્‍યક્ષ  તરીકે સેવા કર્મી શ્રી વિપુલ ભાઈ વાજા ની  નિયુક્‍તિ કરવામાં આવી છે.રાણાવાવ નગર પાલિકાના સદસ્‍યો ેંસર્વ  ધર્મેશ ભાઈ સાર્દુલભાઈ મકવાણા (નગર પાલિકા ચેર મેન સમાજ વાદી પાર્ટી), રીના બેન વિજય ભાઈ જીજુ વાડિયા, પ્રભાબેન ભનુભાઇ પાટડીયા  ભાનુબેન સાજણ ભાઈ કાઠી તેમજ આદિત્‍યણા નિવાસી પોરબંદર જિલ્લા ભાજપ બક્ષી પંચ મોરચા ના મંત્રી બક્ષી  શાંતિ બેન એરંડા ,તમામ પદા ધિકારી ઓનું તાલુકાકોળી સમાજ કર્મચારી મંડળ તથા ઘેડીયા કોળી સેવા સમાજ ચેરિટીબેલ ટ્રષ્ટ ના સંયુક્‍ત ઉપક્રમે  સન્‍માન કરવાનું આયોજન કરવામાં આવેલ છે

 આ ચૂંટાયેલા સદસ્‍યોં શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તાર ના સર્વાંગી વિકાસ, જનકલ્‍યાણ અને પારદર્શિતા પૂર્વક  વહીવટ આરોગ્‍ય અને નાગરિક સુખાકારી જેવા વિકાસ ના મુદ્દા ઓ  મા પોતાનું યોગદાન આપી દેશના વડા પ્રધાન નરેન્‍દ્ર ભાઇમોદી અને ગુજરાતના મુખ્‍ય મંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ ના વિકસિતભારત શ્રેષ્ઠ ભારત  સંકલ્‍પ સાર્થક કરવાના ઉમદા હેતુસર કોળી સમાજના સદસ્‍યોને પ્રેરણા પ્રોત્‍સાહન આપવાના ઉમદા હેતુસર આં અભિવાદન કરવાનું કોળી સમાજ દ્વારા આયોજન કરવા મા આવેલ છે વિશેષ જાણકારી માટે  છાંયા કોળી સમાજ યુવા મંડળ ના પ્રમુખ  અરજણ ભાઈ આંત્રોલીયા મોબાઈલ ૮૨૨૦૦-૫૧૦૬૬૩ અને  છાંયાપ્‍લોટ ન્‍યૂ ઘેડીયા કોળી સમાજ વાડીના મંત્રી  વિરમભાઈ મોકરીયા મોબાઈલ ૯૮૭૯૩-૮૮૫૯૬નો સંપર્ક કરવાની યાદીમાં જણાવાયુ છે.

(12:05 PM IST)