તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
પવનના સૂસવાટા સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરો ઉનાળોઃ સુરેન્દ્રનગરમાં ૪૩ ડીગ્રી
બપોરના સમયે રસ્તાઓ સુમસામઃ ધોમધખતા તાપથી બચવા લોકો બહાર નીકળવાનું ટાળે છે

રાજકોટ તા. ૩૦ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર આકરા ઉનાળો કહેર વર્તાવી રહ્યો છે અને મહત્તમ તાપમાન ૪૩.૪૪ ડીગ્રીએ પહોંચી જતા સૌ કોઇ ત્રાહીમામ પોકારી ગયા છે. સુરેન્દ્રનગરમાં ૪૩ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ છે અને પવનના સૂસવાટા ફુંકાઇ રહ્યા છે.
સુરેન્દ્રનગર
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ :.. સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં આજે ગરમીનો પારો ૪૩ ડિગ્રી નજીક પહોંચી ગયો છે ત્યારે ગુજરાત રાજ્યના સૌથી ગરમ શહેરોમાં સુરેન્દ્રનગર શહેર સામેલ થઈ ગયું છે ખાસ કરીને સુરેન્દ્રનગરમાં ગરમી વધવાના કારણે જનજીવન ઉપર પણ તેની અસર જોવા મળી રહી છે ગરમીના કારણે પશુ પક્ષીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા છે સુરેન્દ્રનગરનું મિનિમમ તાપમાન ૨૬ ડીગ્રી નોંધાયું છે અને સૌથી વધુ મેક્સિમમ તાપમાન ૪૩ ડિગ્રી સુધી પહોંચી ગયું છે જેને લઈ હીટ સ્ટોકની ઘટનાઓમાં પણ વધારો થયો છે.
ગરમીથી બચવા માટે તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે ત્યારે બપોરના સમયે ઘરમાં રહેવા અને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા તંત્ર દ્વારા સતત તાકીદ કરવામાં આવી રહી છે ત્યારે ઠંડા પાણીનું સેવન કરવા અને ઓઆરએસ તેમજ શેરડીનો રસ અલગ અલગ પ્રકારના ઠંડા પીણા ના સેવન કરવા માટે પણ તંત્ર અપીલ કરી રહ્યું છે જો લુ લાગી જાય અથવા ગરમી લાગી જાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર તાત્કાલિક લઈ લેવા માટે પણ તાકીદ કરવામાં આવી છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્રનાં અહેવાલ મુજબ મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રી, ભેજ ૭૧ ટકા, પવન ૧૩.ર કિ. મી. પ્રતિ કલાક છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
