તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૫ બુધવાર
News of Sunday, 5th July 2026
ભારે વરસાદથી લીંબડીમાં મકાન ધારાશાયી
ઝાલાવાડ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી લીંબડી અને ચૂડા તાલુકામાં ગઈકાલે ધોધમાર બે થી અઢી ઇંચ વરસાદ ખાબકતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ

સુરેન્દ્રનગર: ઝાલાવાડ પંથકમાં લાંબા સમયની રાહ જોયા બાદ આખરે મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી છે. ખાસ કરીને લીંબડી અને ચૂડા તાલુકામાં ગઈકાલે ધોધમાર બે થી અઢી ઇંચ વરસાદ ખાબકતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. અગાઉ અલનીનો અને દુષ્કાળ જેવી ચર્ચાઓ વચ્ચે પડેલા આ વાવણીલાયક વરસાદે ખેડૂતોને મોટી રાહત આપી છે.
આ ભારે વરસાદને કારણે લીંબડી શહેરમાં ભોગાવો નદી કાંઠે ગઢ નજીક એક જૂનું અને જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. જોકે, સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. વરસાદી વાતાવરણની અસર લીંબડી શહેર ઉપરાંત ભલગામડા, ઘાઘરેટિયા, ચોરણિયા, ઊંટડી, રાસકા, બોડીયા અને બલદાણા સહિતના અનેક ગામડાઓમાં જોવા મળી હતી. ગાજવીજ સાથે વરસેલા વરસાદથી સમગ્ર પંથકનું વાતાવરણ ખુશનુમા બની ગયું છે.
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ચોમાસું મનમૂકીને વરસી રહ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર સિસ્ટમના કારણે રાજ્યમાં ચોમાસાનું જોર વધ્યું છે, જેના પરિણામે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને દીવમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. સાથે જ રાજ્યભરમાં 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
