News of Sunday, 24th May 2026
સાયબર ફ્રોડથી કઈ રીતે બચવું ? જામનગરમાં ' સાયબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમ' યોજાયો
સાયબર ફ્રોડ વિશે માહીતગાર કરેલ તથા તેમાંથી બચવાના ઉપાયો અંગેની મહત્વપુર્ણ ચર્ચા તથા માગદર્શન અપાયું

જામનગર :પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ નિર્લિપ્ત રાય તથા જામનગર પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીનાઓએ ક્રાઇમ કોન્ફરન્સ દરમ્યાન આપેલ માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, જામનગર દ્વારા “સાયબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમ” નું આયોજન“જામનગર ચેમ્બર ઓફ કોમર્સ ધિરૂભાઇ અંબાણી હોલ” આયકર વિભાગની બાજુમા જામનગર ખાતે કરવામાં આવેલ હતું. આ ક્રાર્યક્રમનું સફળ આયોજન ઇ.પો.ઇન્સ. એન.બી.ડાભીના ઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે.
આ સેમીનારમાં જામનગરના “જામનગર ચેમ્બર ઓફ કોમર્સ ધિરૂભાઇ અંબાણી હોલ” ખાતેના ૬૦ જેટલા ભારતીય સિંધુ સભા સમિતીના સભ્યોને વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ જેવા કે, વીશીગ કોલ, ફીશીંગ કોલ, ફેક શોપીંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ વિગેરે સાયબર ફ્રોડ વિશે માહીતગાર કરેલ તથા તેમાંથી બચવાના ઉપાયો અંગેની મહત્વપુર્ણ ચર્ચા તથા માગદર્શન આપવામાં આવેલ.
આ સેમીનાર દરમ્યાન વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટ્રાગ્રામ તેમજ અન્ય સોશિયલ મીડિયા વેબસાઇટસના સિક્યુરિટી સેટીંગ તથા ઇન્ટરનેટની સુરક્ષા વિશેની માહિતી આપેલ તે ઉપરાંત જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સોશિયલ મિડિયા એકાઉન્ટ વિશે માહીતી આપેલ અને લોકોને સાયબર ફ્રોડની નવિન ઘટનાઓ વિશે સતત માહીતગાર રહેવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગરની વોટ્સઅપ ચેનલ પર જોડાવવાનો આગ્રહ કરવામાં આવેલ.
આ ક્રાર્યક્રમનું પ્રેઝન્ટેશન પોલીસ હેડ કોન્સટેબલ ફુલદિપસિહ એ.જાડેજાનાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
