તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Wednesday, 4th November 2026
સોમનાથમાં વિશ્વભરના યાત્રીકોની ભારેભીડઃ ટ્રસ્ટના ગેસ્ટહાઉસો,ડોરમેટરી હાઉસફુલ
સોમનાથ ટ્રસ્ટ ના વિના મુલ્યે ભોજન પ્રસાદીના ધમધમતા ભોજનાલયો : ત્રીવેણી રોડ ઉપર ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્રમાં પણ બપોરે ગુજરાતી ભોજન વિના મુલ્યે સ્થાનીક,બાયપાસ રોડ ઉપર ભાડામાં ભારે વધારો રૂપીયા ૩૦૦૦ થી ૧૫૦૦૦ સુધીઃ જમવાની સુવિધા તેમજ ઠંડાપીણા સહીત જીવન જરૂરીયાત વસ્તુમાં પણ ભાવ વધારો વસુલાતા શિવભકતોમાં ભારે રોષ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૪: સોમનાથ મંદિરો દીપાવલીના તહેવારોમાં વિશ્વભર માંથી શિવભકતો આવી રહેલ છે તા.૫ થી તા.૨૫ સુધી ટ્રસ્ટ ના તમામ ગેસ્ટહાઉસો, ડોરમેટરી હાઉસફુલ થઈ ગયેલ છે ટ્રસ્ટ દ્વારા લાખો શિવભકતો આવે તેના માટે દરેક જાતની વ્યવસ્થાઓ કરાઈ છે તેમજ બન્ને ટાઈમ સ્વાદૃીષ્ટ વિના મુલ્યે ભોજન પ્રસાદી અપાય રહેલ છે ત્રીવેણી રોડ ઉપર આવેલ ડોગરેજી મહારાજના અન્નક્ષેત્રમાં બપોરે ગુજરાતી ભોજન વિના મુલ્યે પીરસવામાં આવે છે.
તહેવારોના તક નો લાભ લઈને સ્થાનીક તેમજ બાયપાસ ઉપર આવેલ નાની મોટી ૪૦૦ થી વધારે હોટલો એ બેફામ ભાડા વધારેલ છે રૂપીયા ૩૦૦૦ થી ૧૫૦૦૦ સુધી ભાડુ વસુલાય છે જયારે જમવાની સુવિધા તેમજ ઠંડાપીણા સહીત જીવન જરૂરીયાત વસ્તુમાં પણ ૫ થી ૧૫ ટકા અચાનક ભાવ વધી જતા શિવભકતો માં ભારે રોષ જોવા મળી રહયો છે.
સોમનાથ દીપાવલી ના તહેવારોમાં વિશ્વભર માંથી શિવભકતો લાખો ની સંખ્યામાં તા.૫/૧૧ થી તા.૨૫/૧૧ સુધી આવે છે જેમાં દીપાવલી થી કાર્તિક પૂર્ણીમાં સુધી લાખો લોકો આવે છે તેના માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓને કોઈપણ મુશ્કેલી ન પડે માટે પાર્કીંગ થી વિના મુલ્યે ટુરીઝીમ વિભાગ ના સહકાર થી ટ્રેનો સંલાવવામાં આવે તેમજ અંદર જવા માટે સીનીયર સીટઝન દીવ્યાગો માટે ગોલ્ફકાર રાખવામાં આવે છે લગેજ મોબાઈલ બુટ ચંપલ ઉતારવા માટે ની વધારાની વ્યવસ્થા કરાયેલ છે તેમજ મંદિર થી લઈને ગેટ સુધી પ્રસાદી મળી તે માટે કાઉન્ટરો ઉભા કરાયેલ છે લાખો શિવભકતો આવે તેના માટે જુના સોમનાથ ની સામે ભરપુર સ્વાદ્દીષ્ટ ભોજન બન્ને વખત મળી તે માટે ટેબલ ખુરશી સાથે વિના મુલ્યે વ્યવસ્થા કરાયેલ છે ત્રીવેણી રોડ ઉપર ડોગરેજી મહારાજ ના અન્નક્ષેત્રમાં બપોરે વિના મુલ્યે ગુજરાતી ભોજન આપવામાં આવે છે.
વિશ્વભરમાંથી શિવભકતો ભોળાનાથ ને શિશ નમાવવા આવે છે ત્યારે ભારે ભીડ નો લાભ લઈને સ્થાનીક તેમજ બાયપાસ રોડ ઉપર આવેલ નાની મોટી ૪૦૦ થી વધારે ગેસ્ટહાઉસો, ધર્મશાળાઓ ભારે ભાડ વસુલતા હોય તેવું દર વર્ષે ફરીયાદો થઈ રહેલ છે રૂા. ૩૦૦૦ થી લઈને રૂા. ૧૫,૦૦૦ સુધી ભાડુ વસુલવામાં આવે છે જમવાની સુવિધા ઠંડાપીણા તેમજ જીવન જરૂરીયાત વસ્તુઓમાં પણ ૫ થી ૧૫ ટકા ભાવ વધારો કરાઈ છે જેથી જીલ્લા કલેકટર દ્વારા તાત્કાલીક ટીમો નીમી લાખો શિવભકતોને લુંટાતા રોકવાની માંગ ઉઠી છે.
ભારે ભીડને ધ્યાનમાં લઈને એસ.પી જયદીપસિંહ જાડેજા દ્વારા દરેક ચેક પોસ્ટો ઉપર તેમજ દર્શનાર્થીઓ ખુબજ સરળતાથી દર્શન કરી શકે તે માટે પુરતો બંદોબસ્ત ગોઠવેલ છે
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
