News of Friday, 17th July 2026
મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી સહિત અનેક જણસીઓની મોટી આવક નોંધાઈ
યાર્ડમાં 1919 કટ્ટા લાલ ડુંગળીની અને 70 થી 512 રૂપિયા અને 614 કટ્ટા સફેદ ડુંગળીની આવક થઈ: 213 થી 512 રૂપિયાના ભાવે વેચાઈ: લાલ ડુંગળીમાં ગઈકાલની સરખામણીએ 99નો ઘટાડો અને સફેદ ડુંગળીમાં 90 રૂપિયાનો વધારો

ભાવનગર: ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાની અલગ અલગ જણસી લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા. ફક્ત ભાવનગર જિલ્લો જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો અહીંયા અલગ અલગ પાકનું વેચાણ કરવા માટે આવતા હોય છે. ખાસ કરીને મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં દર વર્ષે આવક નોંધાતી હોય છે ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડને ડુંગળીનું હબ પણ ગણવામાં આવે છે.
મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે 1919 કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 70 રૂપિયાથી 512 રૂપિયા સુધી રહ્યા હતા. ગઈકાલની સરખામણીએ લાલ ડુંગળીના ભાવમાં 99 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ આજે સફેદ ડુંગળીના 614 કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના ભાવ 213 રૂપિયાથી લઈને 512 રૂપિયા સુધી આજે રહ્યા હતા. સફેદ ડુંગળીના ભાવમાં ગઈકાલની સરખામણીએ 90 રૂપિયાનો વધારો નોંધાયો છે. આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં 37637 નંગ નારિયેળનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના ભાવ 283 રૂપિયાથી લઈને 2800 રૂપિયા સુધી રહ્યા હતા. ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 400 રૂપિયાનો વધારો નોંધાયો છે.
મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ટુકડાના 655 કટ્ટાની આવક નોંધાઈ હતી. તેના ભાવ 372 રૂપિયાથી લઈને 558 રૂપિયા સુધી રહ્યા હતા. આ સાથે જ આજે તલ સફેદનો ભાવ 1500 રૂપિયાથી લઈને 2620 રૂપિયા સુધી રહ્યો હતો ત્યારે તલ કાળાનો ભાવ 2401 રૂપિયાથી લઈને 3776 સુધી રહ્યો હતો. આજે 216 કટ્ટા તલની આવક નોંધાઈ હતી. સફેદ તલના ભાવમાં 17 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો જ્યારે તલ કાળાના ભાવ ગઈકાલની સરખામણીએ 62 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
