<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

કુંવરજીભાઇના સમર્થકોનું વિરાટ શક્‍તિ પ્રદર્શન બાવળીયાને ટિકીટ મળશે, જીતશે અને ફરી મંત્રી બનશે

રાજકોટઃ જસદણમાં ભરતભાઇ બોઘરા અને કુંવરજીભાઇ બાવળીયા વચ્‍ચેનો વર્ષોથી ચાલ્‍યો આવતો રાજકીય ખટરણ જગ જાહેર છે ત્‍યારે દિવાળી સ્‍નેહમિલનના નામે જસદણમાં કોળી સમાજનું વિરાટ સંમેલન (મતલબ કે કુંવરજીભાઇ બાવળીયાના સમર્થનમાં શકિત પ્રદર્શન) યોજાયું અને કુંવરજીભાઇને ટિકિટ મળશે, જીતશે અને મંત્રી પણ બનશે તેવો મજબૂત દાવો આ તકે કરાતા સ્‍થાનિક રાજકારણ ભારે ગરમાયું છે.

ભરતભાઇ સાથે રાજકોટના રાજકીય આગેવાનો દિલ્‍હીમાં સી આર પાટીલને મળ્‍યા હતા તે વાત જાણીતી છે. રાજકોટનું સ્‍થાનિક રાજકારણ ચર્ચાનું કેન્‍દ્ર બન્‍યું છે અને જસદણમાં કોળી સમાજનું શક્‍તિ પ્રદર્શન યોજાયું છે જે ખૂબ સૂચક છે. જ્ઞાતિ સમીકરણના આંકડા મુજબ સમાજને રાજકીય ક્ષેત્રે પૂરતા પ્રમાણમાં મહત્‍વ મળવું જોઇએ તેવી વાત મુકતા જ રાજકીય પક્ષ સજાગ બન્‍યો છે. બીજી તરફ પૂર્વ સાંસદ દેવજીભાઇ ફતેપરાએ દાવો કર્યો છે કે કુંવરજીભાઇ બાવળીયાને ટિકિટ  મળશે, જીતશે અને ફરી મંત્રી પણ  બનશે.

કોળી સમાજના શક્‍તિ પ્રદર્શનમાં તમામ પક્ષના આગેવાનો ધારાસભ્‍યોની હાજરી સહુંનું ધ્‍યાન ખેંચતી હતી. આમ વિધાન સભાની આવતા વર્ષે આવી રહેલ ચૂંટણી પછી રાજકીય ગતિવિધિ તેજ બની ગઇ છે.

(2:53 PM IST)